• પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની 18મી મેચ
  • પાકિસ્તાની ટીમ 3માંથી 2 મેચ જીતી
  • ઓસ્ટ્રેલિયન ટીમ 3માંથી માત્ર 1 મેચ જીતી

આજે ICC વનડે વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યાર સુધી એટલું ખાસ રહ્યું નથી. જો કે, તેણે છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 3માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે. હવે તેની આગામી મેચ આજે બાબર આઝમની કેપ્ટન્સી હેઠળ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને અત્યાર સુધી રમાયેલી 3માંથી 2 મેચ જીતી છે. અત્યાર સુધી માત્ર ભારતે જ તેને વર્લ્ડકપમાં હરાવ્યું છે. એક તરફ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને સતત બીજી મેચ જીતવા ઈચ્છશે, જ્યારે પાકિસ્તાન જીતના માર્ગે વાપસી કરવાનો પ્રયાસ કરશે.

પાકિસ્તાનની ઈનિંગ

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાની 62 રને જીત થઈ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 367 રન બનાવ્યા હતા. જેથી પાકિસ્તાનને જીત માટે 368 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 305 રનમાં ઓલઆઉટ થઈ છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 71 બોલમાં 70 રન ઈમામ ઉલ-હકે બનાવ્યા હતા. આ ઉપરાંત અબ્દુલ્લા શફીકે 61 બોલમાં 61, બાબર આઝમે 14 બોલમાં 18, મોહમ્મદ રિઝવાને 40 બોલમાં 46, સઈદ શકીલે 31 બોલમાં 30 અને ઈફ્તિખાર અહમદે 20 બોલમાં 26 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિશેલ સ્ટાર્કે 8 ઓવરમાં 65 રન આપીને 1 વિકેટ, જોશ હેઝલવુડે 10 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ, પેટ કમિન્સે 7.3 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ, એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 53 રન આપીને 4 વિકેટ અને માર્કસ સ્ટોઇનિસે 5 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી છે.

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેથી પાકિસ્તાનાન ઓપનર ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 367 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી રહેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ પૂર્ણ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 367 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીત માટે 368 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 124 બોલમાં 163 રન ડેવિડ વોર્નરે કર્યા છે, જ્યારે મિશેલ માર્શે 108 બોલમાં 121, ગ્લેન મેક્સવેલે શૂન્ય, સ્ટિવ સ્મિથે 7, જોશ ઈંગ્લિસે 13, માર્કસ સ્ટોઇનિસે 21 અને માર્નશ લાબુશેને રન કર્યા છે. પાકિસ્તાનાન બોલરની વાત કરવામાં આવે તો, શાહીન અફરીદીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ, હારિસ રઉફે 8 ઓવરમાં 83 રન આપીને 2 વિકેટ અને ઉસામા મીરે 9 ઓવરમાં 82 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 8 ઓવરમાં 57, ઈફ્તિખાર અહમદે 8 ઓવરમાં 37 અને મોહમ્મદ નવાઝે 7 ઓવરમાં 43 રન આપ્યા છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પણ ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવી નથી. જેથી પાકિસ્તાનના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નર 73 બોલમાં 85 રન કરીને અને મિશેલ માર્શ 77 બોલમાં 76 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન અફરીદીએ 4 ઓવરમાં 14, હસન અલીએ 3 ઓવરમાં 23, ઈફ્તિખાર અહમદે 7 ઓવરમાં 35, હારિસ રાઉફે 3 ઓવરમાં 47, ઉસામા મીરે 4 ઓવરમાં 31 અને મોહમ્મદ નવાઝે 4 ઓવરમાં 21 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.

ICC વનડે વર્લ્ડકપ 2023ની 18મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે પાકિસ્તાને જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. જેમાં પાકિસ્તાનની 2 મેચમાં જીત, જ્યારે ઓસ્ટ્રેલિયાની માત્ર 1 મેચમાં જીત થઈ છે. 

પિચ રિપોર્ટ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર લાલ માટીની પિચ જોવા મળશે. બેંગલુરુ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે વધુ અનુકૂળ સાબિત થાય છે. આ પિચ પર બેટ્સમેન મુક્તપણે રન બનાવે છે. જેમ જેમ રમત આગળ વધે છે, તેમ તેમ આ પિચ પર સ્પિનરો પણ મદદ મળે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલરોને પણ અહીં શરૂઆતમાં થોડી મદદ મળે છે.

મેચ પ્રિડિક્શન

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 38 વનડે મેચ રમાઈ છે. તેમાંથી 14 મેચો પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 20 મેચ બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમે જીતી છે. અહીં ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 232 છે જ્યારે બીજી ઈનિંગનો સ્કોર 215 રન છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નશ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

પાકિસ્તાનઃ અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હસન અલી, શાહીન અફરીદી, હારિસ રઉફ

  • Follow us on: