આ દિવસોમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ મુલ્તાનમાં રમાઈ હતી. જે પાકિસ્તાને 152 રને જીતી લીધી હતી. આ મેચ જીતીને પાકિસ્તાને હવે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે, કારણ કે પાકિસ્તાનને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત માટે પાકિસ્તાનને લાંબી રાહ જોવી પડી હતી.


લાંબી રાહ જોયા બાદ PAKને જીત મળી

પાકિસ્તાને લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં જીત મેળવી છે. પાકિસ્તાનની ટીમને આ જીત મેળવવામાં 1338 દિવસનો સમય લાગ્યો હતો. અગાઉ બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે 2-0થી હરાવ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમને કારમી હાર આપી હતી.

2 બોલરોએ ટેસ્ટ મેચમાં તમામ 20 વિકેટ લીધી હતી

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના બે સ્પિન બોલર નોમાન અલી અને શાજિદ ખાને શાનદાર બોલિંગ કરીને 20 વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટમાં ઝહમ નોમાને 11 અને શાજિદે 9 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું સાતમી વખત જોવા મળ્યું છે. જ્યારે પાકિસ્તાને બીજી વખત આ કારનામું કર્યું છે.

ટેસ્ટ મેચોમાં પાકિસ્તાની સ્પિનરોના શ્રેષ્ઠ આંકડા

બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરનાર પાકિસ્તાનનો સ્પિન બોલર નોમાન અલી ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદીમાં સામેલ થઈ ગયો છે. નોમાને આ મેચની બીજી ઇનિંગમાં 46 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: