- પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
- પાકિસ્તાન પાસે વાપસી કરવાની છેલ્લી તક
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની 1 વિકેટે જીત થઈ છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમે આ ટાર્ગેટ 9 વિકેટના નુકસાને પ્રાપ્ત કર્યો છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 93 બોલમાં 91 રન એડમ માર્કરમે કર્યા છે, જ્યારે ટેમ્બા બાવુમાએ 27 બોલમાં 28, ક્વિંટન ડી કોકે 14 બોલમાં 24, રાશિ વેન ડેર ડુસેને 39 બોલમાં 21, હેનરિક ક્લાસેને 10 બોલમાં 12, ડેવિડ મિલરે 33 બોલમાં 29, માર્કો જાનસેને 14 બોલમાં 20 અને ગેરાલ્ડ કોએત્ઝીએ 13 બોલમાં 10 રન કર્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ, મોહમ્મદ વસીમ જૂનિયરે 10 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ, હારિસ રઉફે 10 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ અને ઉસામા મીરે 8 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈફ્તિખાર અહેમદે 3 ઓવરમાં 23 અને મોહમ્મદ નવાઝે 6 ઓવરમાં 35 રન આપ્યા છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 4 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડી કોક 27 બોલમાં 28, ટેમ્બા બાવુમા 14 બોલમાં 24, રાશિ વેન ડેર ડુસેન 39 બોલમાં 21 અને હેનરિક ક્લાસેન 10 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે એડન માર્કરમ 50 બોલમાં 52 રન કરીને અને ડેવિડ મિલર 10 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ, મોહમ્મદ વસીમ જૂનિયરે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ અને ઉસામા મીરે 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈફ્તિખાર અહેમદે 2 ઓવરમાં 15, મોહમ્મદ નવાઝે 6 ઓવરમાં 35 અને હારિસ રઉફે 5 ઓવરમાં 32 રન આપ્યા છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી મેચમાં સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો છે.
પાકિસ્તાનની ઈનિંગ
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 52 બોલમાં 52 રન સઈદ શકીને અને 65 બોલમાં 50 રન બાબર આઝમે કર્યા છે. આ ઉપરાંત અબ્દુલ્લા શફીકે 17 બોલમાં 9, ઈમામ ઉલ-હકે 18 બોલમાં 12, મોહમ્મદ રિઝવાને 27 બોલમાં 31, ઈફ્તિખાર અહેમદે 31 બોલમાં 21, શાદાબ ખાને 36 બોલમાં 43, શાહીન આફરીદીએ 4 બોલમાં 2, મોહમ્મદ નવાઝે 24 બોલમાં 24 રન કર્યા છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબેઝ શમ્સીએ 10 ઓવરમાં 60 રન આપીને 4 વિકેટ, માર્કો જાનસેને 9 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 7 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ અને લુંગી એંગિડીએ 7.4 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટસ લીધી છે. આ ઉપરાંત એડેન માર્કરમે 4 ઓવરમાં 20 અને કેશવ મહારાજે 9 ઓવરમાં 56 રન આપ્યા છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 3 વિકેટના નુકસાને 129 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો ઓપનર અબ્દુલ્લા શફીક 17 બોલમાં 9 રન કરીને અને ઈમામ ઉલ-હક 18 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે. સાથે જ વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 27 બોલમાં 31 રન કરીને આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ 60 બોલમાં 47 રન કરીને અને ઈફ્તિખાર અહેમદ 30 બોલમાં 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, માર્કો જાનસેને 5 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ અને ગેરાલ્ડ કોએટ્ઝીએ 3 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત , લુંગી એંગિડીએ 4 ઓવરમાં 30, એડેન માર્કરમે 4 ઓવરમાં 20, કેશવ મહારાજે 7 ઓવરમાં 38 અને તરબેઝ શમ્સીએ 2 ઓવરમાં 6 રન આપ્યા છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની 26મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ-હક બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ પાકિસ્તાન માટે ખુબ મહત્વની છે. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તેના માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે. જેથી પાકિસ્તાન આજની મેચ જીતવાનો પ્રયાસ કરશે.
પાાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની 26મી મેચ આજે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે પાકિસ્તાને જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન બંને ટીમ 4-4 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાની 4 મેચમાં અને પાકિસ્તાનની 2 મેચમાં જીત થઈ છે.
આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની 26મી મેચ રમવામાં આવશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અત્યારે ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન આક્રામક બેટિંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનની ટીમનું આ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેના કારણે સમગ્ર દુનિયામાં પાકિસ્તાની ટીમની ટીકા કરવામાં આવી રહી છે.
પિચ રિપોર્ટ
જો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ અંગે વાત કરવામાં આવે તો, અહીં સંતુલિત પિચ છે. છેલ્લી 20 મેચોમાં આ મેદાન પર પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 221 રન છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે આ મેદાન પર તેની 50% મેચો જીતી છે. જેથી અહીં ટોસથી બહુ ફરક પડતો નથી. ટોસ જીતનારી ટીમ આજે મેદાનની સ્થિતિના આધારે બેટિંગ કે બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ પિચ ફાસ્ટ બોલર અને સ્પિનરો બંને માટે સમાન રીતે યોગ્ય છે.
વેધર રિપોર્ટ
આજે ચેન્નઈમાં 63% ભેજ સાથે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 4.76 મીટર/સેકન્ડની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. એક રીતે ક્રિકેટના દૃષ્ટિકોણથી આ અદ્ભુત છે. અહીં જોવાનું એ રહે છે કે, શાહીન આફ્રરીદી તેની સ્પીડથી અજાયબી કરે છે કે રબાડા મેદાન મારે છે. બંને ટીમો પાસે સારા બેટ્સમેન છે. એક તરફ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને બીજી તરફ ડી કોક અને ક્લાસેન શાનદાર ફોર્મમાં છે
બંને દેશની સ્ક્વોડ-
પાકિસ્તાન- અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, શાહીન આફરીદી, હારિસ રઉફ
સાઉથ આફ્રિકા-ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાસી વેન ડેર ડુસેન, એડેન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, ગેરાલ્ડ કોએટ્ઝી, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, લુંગી એંગિડી