- નવો વિવાદ : વિદેશની લીગમાં રમવા માટે પીસીબી ખેલાડીઓને એનઓસી આપતું નથી
- તાજેતરમાં ચેરમેન ઝકા અશરફે પણ વિદાય લીધી હતી
- હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો વિવાદ સપાટી ઉપર આવ્યો છે
ભારતની યજમાનીમાં ગયા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં સમયાંતરે વિવાદો થઈ રહ્યા છે. બાબર આઝમની કેપ્ટનશિપ છીનવી લીધા બાદ મિકી આર્થર સહિત ત્રણ વિદેશી કોચે રાજીનામાં આપી દીધા છે. તાજેતરમાં ચેરમેન ઝકા અશરફે પણ વિદાય લીધી હતી. ત્યારબાદ હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો વિવાદ સપાટી ઉપર આવ્યો છે. કેટલાક સિનિયર ખેલાડીઓએ પાકિસ્તાન બોર્ડ સામે બળવો પોકારીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી દીધી છે. ટીમના કેટલાક ખેલાડીઓ વિદેશી ટી20 લીગમાં રમવા માગે છે પરંતુ પાકિસ્તાન બોર્ડ તેમને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપતું નથી. જેના કારણે સિનિયર ખેલાડીઓ ભડક્યા છે અને કોન્ટ્રાક્ટ પૂરો કરવા માગે છે. ખેલાડીઓ નેશનલ ટીમની મેચોમાંથી મુક્ત થઈને વિદેશી લીગોમાં રમીને વધારે નાણાં કમાવા માગે છે પરંતુ પીસીબી તેમને મંજૂરી આપતું નથી. આ કારણથી તેઓ પીસીબી સામે નારાજ થયા છે.
પીસીબીએ તાજેતરમાં ફખર ઝમાન, જમાન ખાન, મોહમ્મદ હેરિસને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા માટે એનઓસી આપ્યું નહોતું. બોર્ડે જણાવ્યું હતું કે આ ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ ઉપરાંત બે અન્ય લીગમાં રમી ચૂક્યા છે. ઝકા અશરફે નવા કોન્ટ્રાક્ટમાં શરત રાખી હતી કે કરારબદ્ધ ખેલાડીઓ વિદેશની માત્ર બે લીગમાં જ રમી શકશે. ખેલાડીઓએ આક્ષેપ કર્યો છે કે એનઓસીની બાબતમાં પીસીબી બેવડું વલણ અપનાવી










