ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ભારતીય વિકેટકીપર રિષભ પંતે 57 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે 72 વર્ષ જૂના રેકોર્ડને બ્રેક કર્યો હતો. પંતે ઇંગ્લેન્ડ સામેની એક જ ટેસ્ટના બન્ને દાવમાં હાઇએસ્ટ રન નોંધાવનાર હરીફ ટીમનો વિકેટકીપર બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. પંતે એજબેસ્ટન ટેસ્ટના બન્ને દાવમાં કુલ 203 રન બનાવ્યા હતા. આ પહેલાં ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટમાં હાઇએસ્ટ રનનો રેકોર્ડ વિન્ડીઝના વિકેટકીપર ક્લાઇડ વોલકોટના નામે હતો.


વોલકોટે 1950માં લોર્ડ્ઝ ટેસ્ટના બન્ને દાવમાં 182 રન બનાવ્યા હતા. પંત એક જ ટેસ્ટના પ્રથમ દાવમાં સદી અને બીજામાં અડધી સદી નોંધાવનાર બીજો ભારતીય વિકેટકીપર બની ગયો છે. એન્જિનિયરે 1973માં મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે 121 તથા 66 રનની ઇનિંગ રમી હતી.


  • Follow us on: