દિલ્હીની ઇનિંગ
રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું.
18 ઓવર સમાપ્ત: આવેશ ખાને 18મી ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ 17 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 30 રન બનાવી રહ્યો છે. જ્યારે અક્ષર પટેલ સાત બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. દિલ્હીને હવે 12 બોલમાં જીતવા માટે 32 રન બનાવવાના છે.
17 ઓવર સમાપ્ત: 17મી ઓવરમાં કુલ 19 રન આવ્યા હતા. ટ્રસ્ટન સ્ટબ્સે રવિ અશ્વિન પર બે સિક્સર ફટકારી હતી. હવે દિલ્હીને જીતવા માટે 18 બોલમાં 41 રન બનાવવાના છે. સ્ટબ્સ 15 બોલમાં 28 રન બનાવીને રમતમાં છે. જ્યારે અક્ષર પટેલ ચાર રન પર છે.
પોરેલ આઉટ: દિલ્હી કેપિટલ્સને પાંચમો ફટકો અભિષેક પોરેલના રૂપમાં લાગ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને 16મી ઓવરના ત્રીજા બોલ પર પોતાનો શિકાર બનાવ્યો હતો. પોરેલ માત્ર નવ રન બનાવી શક્યો હતો. હવે ટીમને જીતવા માટે 27 બોલમાં 64 રનની જરૂર છે.
15 ઓવર સમાપ્ત: 15 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 120 રન છે. દિલ્હીને હવે 30 બોલમાં 66 રનની જરૂર છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 9 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. તેની સાથે અભિષેક પોરેલ 7 બોલમાં 7 રન પર છે.
પંત આઉટ: યુઝવેન્દ્ર ચહલે તેની બીજી ઓવરમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની વિકેટ લીધી હતી. આ મેચમાં તેની આ પ્રથમ સફળતા છે. પંત સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ટીમને જીતવા માટે 35 બોલમાં 72 રનની જરૂર છે.
વોર્નર આઉટ: દિલ્હી કેપિટલ્સે 12મી ઓવરમાં 97 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેવિડ વોર્નર 34 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. વોર્નર અવેશ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. હવે પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર છે.
9 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સનો સ્કોર 9 ઓવર બાદ 80/2 પર પહોંચી ગયો છે. હાલમાં ક્રિઝ પર રિષભ પંત 14 બોલમાં 14 રન બનાવીને અણનમ અને વોર્નર 26 બોલમાં 42 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.
પાવર પ્લે સમાપ્ત: પાવરપ્લે પૂર્ણ થઈ ગયો છે, દિલ્હી કેપિટલ્સે 6 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સની સરખામણીમાં દિલ્હીનો સ્કોર ઘણો સારો છે.
ભુઈ આઉટ: દિલ્હીની બીજી વિકેટ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા રિકી ભુઈના રૂપમાં લાગ્યો હતો. ચોથી ઓવરના ચોથા બોલ પર બર્ગરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પહેલા બર્ગરે આ ઓવરના બીજા બોલ પર માર્શને આઉટ કર્યો હતો. ભુઇ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રિષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
માર્શ આઉટ: દિલ્હીને પહેલો ઝટકો 30 રનના સ્કોર પર લાગ્યો હતો. બર્ગરે ચોથી ઓવરના બીજા બોલ પર મિશેલ માર્શને બોલ્ડ કર્યો હતો. તે 12 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 23 રન બનાવવામાં સફળ રહ્યો હતો. રિકી ભુઇ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
3 ઓવર સમાપ્ત: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન સામે સારી શરૂઆત કરી છે. ટીમનો સ્કોર ત્રણ ઓવરમાં 29/0 છે. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ ક્રિઝ પર છે. બંને વચ્ચે જબરદસ્ત ભાગીદારી જોવા મળી રહી છે.
રાજસ્થાનની ઇનિંગ
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બેટિંગ કરતા રિયાન પરાગે સૌથી વધુ 85 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી બોલિંગ કરતી વખતે પાંચેય બોલરોએ 1-1 વિકેટ લીધી હતી.
દિલ્હી માટે તેની 100મી મેચ પર રિષભ પંતને મળી ખાસ જર્સી
એક ટીમ માટે 100 IPL મેચ રમનાર પ્રથમ ખેલાડી
- CSK - સુરેશ રૈના
- MI - હરભજન સિંહ
- RCB - વિરાટ કોહલી
- KKR - ગૌતમ ગંભીર
- RR- અજિંક્ય રહાણે
- SRH - ભુવનેશ્વર કુમાર
- DC - રિષભ પંત*
હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં દિલ્હી અને રાજસ્થાન 27 મેચોમાં એકબીજા સામે ટકરાયા છે, જેમાં રાજસ્થાનનો હાથ ઉપર છે. રાજસ્થાને 14 મેચમાં જીત મેળવી છે જ્યારે દિલ્હી કેપિટલ્સે 13 રનમાં જીત મળી હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી છ મેચોમાં રાજસ્થાન અને દિલ્હી 2 મેચમાં જીત મેળવી છે. રાજસ્થાન સામે દિલ્હીલ કેપિટલ્સ છેલ્લે 2018થી જીતી શક્યું નથી.
પિચ રિપોર્ટ
સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ ટાર્ગેટનો પીછો કરતી ટીમ માટે અનુકૂળ માનવામાં આવે છે. જો કે રાજસ્થાન ટાર્ગેટ સેટ કરીને પોતાની પ્રથમ મેચ જીતવામાં સફળ રહ્યું હતું, પરંતુ અત્યાર સુધીની 53 મેચમાંથી 34 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ જીત મેળવી છે. પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 160 છે, સવાઈ માનસિંહ હાઈસ્કોરિંગ મેદાન નથી. આ મેદાન પર સ્પિનરોને મદદ મળે છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઇ, રિષભ પંત (w/c), ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિચ નોર્કિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, આવેશ ખાન