પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આજે 9મો દિવસ છે. ફરી એકવાર ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. 9માં દિવસે ભારત ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે. ખેલાડીઓ પેરા એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ અપાવી શકે છે. આજે ભારત પોતાના અભિયાનની શરૂઆત પેરા કેનોથી કરવા જઈ રહ્યું છે. ગઈ કાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો, કપિલ પરમારે ભારતને તેનો 25મો મેડલ અપાવ્યો હતો. કપિલ પરમારે પુરુષોની -60 કિગ્રા J1 કેટેગરીમાં ભારત માટે આ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.













