• પેરિસ ડાયમંડ લીગ : સ્ટિપલ ચેઝ ઇવેન્ટમાં ઇથોપિયાના અબ્રાહમે ગોલ્ડ મેડલ જીત્યો

  • સાબલેએ આઠ મિનિટ 11.20 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો
  • ચાર્લેટી સ્ટેડિયમ ખાતેની આ ડાયમંડ લીગમાં સાબલે છઠ્ઠા ક્રમે રહ્યો હતો

ભારતીય સ્પ્રિન્ટર અવિનાશ સાબલેએ રફતારનું પ્રદર્શન કરીને પેરિસ ડાયમંડ લીગ 2024 એથ્લેટિક મીટની મેન્સ 3000 મીટર સ્ટીપલચેઝમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સાબલેએ પોતાના છેલ્લા રેકોર્ડ કરતાં એક ઓછી સેકન્ડ સાથે આઠ મિનિટ 09.91 સેકન્ડનો સમય હાંસલ કર્યો હતો.

ચાર્લેટી સ્ટેડિયમ ખાતેની આ ડાયમંડ લીગમાં સાબલે છઠ્ઠા ક્રમે રહ્યો હતો. 2023માં બર્મિંગહામ કોમનવેલ્થમાં સાબલેએ આઠ મિનિટ 11.20 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ઇથોપિયાના અબ્રાહમ સિમેએ આઠ મિનિટ 02.36 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. તેણે ફોટો ફિનિશમાં કેન્યાના કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડાલિસ્ટ એમોસ સેરેમને નજીવા માર્જિનથી હરાવ્યો હતો. કેન્યાના અન્ય એક એથ્લેટ અબ્રાહમ કિબિવોટે આઠ મિનિટ 06.70 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઇવેન્ટમાં વિશ્વના 17 રનર્સે ભાગ લીધો હતો.

વર્લ્ડ રેન્કિંગ દ્વારા જેસવિન અને અંકિતા પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય

નવી દિલ્હી : મેન્સ લોંગ જમ્પર જેસવિન એલ્ડ્રિન અને વિમેન્સની પાંચ હજાર મીટર રનર અંકિતા ધ્યાનીને વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મેળવ્યા બાદ ભારતની પેરિસ ઓલિમ્પિકની એથ્લેટિક ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંનેના સમાવેશના કારણે ભારતીય ટીમની સંખ્યા 30ની થઇ ગઇ છે. નેશનલ રેકોર્ડ હોલ્ડર તથા લોંગ જમ્પમાં એલ્ડ્રિન 31મા ક્રમાંકે છે. તેણે ટોપના 32 એથ્લેટ્સમાં સામેલ થઇને પેરિસ ગેમ્સની ટિકિટ હાંસલ કરી છે. અંકિતા વિમેન્સ પાંચ હજાર મીટરમાં 42મા ક્રમાંકે છે જે તેની ઇવેન્ટનો કટઆઉટ રેન્ક છે. અંકિતા સમર ગેમ્સમાં 29મા ક્રમાંકે રહી હતી.

  • Follow us on: