- મહાવીર ફોગટની છ પુત્રીઓમાંની એક વિનેશ ફોગટે ઓલિમ્પિકમાં સફળતા હાંસલ કરી
- વિનેશ ફોગટ મહિલા કુસ્તીની ફાઈનલ રમનારી પ્રથમ એથ્લિટ બનતી
- મહાવીર ફોગાટે 6 દીકરીઓને કુસ્તીની ટ્રિક્સ શીખવી
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ મહિલા કુશ્તીની ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ફોગાટ પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. દરેક ફેન્સ ફોગાટ પરિવાર વિશે વાત કરે છે.
વિનેશ ફોગટના ફાઈનલમાં પહોંચવા પર દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત મહાવીર ફોગટે કહ્યું કે મારું સપનું પૂરું થયું છે. મારી પુત્રીએ ઓલિમ્પિકમાં મેડલ મેળવીને મને સૌથી મોટી ખુશી આપી છે. દંગલ ફિલ્મમાં મહાવીર ફોગાટની વાર્તા બતાવવામાં આવી છે, પરંતુ ફોગાટ પરિવારમાં 6 દીકરીઓ છે.
પરિવારની દરેક છોકરીઓ છે કુસ્તીબાજ
આ 6 દીકરીઓમાં ગીતા, બબીતા, વિનેશ, સંગીતા અને રીતુ કુસ્તીબાજ છે. ગીતા, બબીતા, રિતુ અને સંગીતા મહાવીર ફોગટની પુત્રીઓ છે. તેમને એક પુત્ર દુષ્યંત પણ છે. વિનેશ અને પ્રિયંકા મહાવીર ફોગટના ભાઈ રાજપાલની દીકરીઓ છે. વિનેશ ફોગટે 9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા હતા. મહાવીર ફોગાટ વિનેશના કાકા છે.
મહાવીર ફોગાટે 6 દીકરીઓને કુસ્તીની ટ્રિક્સ શીખવી
મહાવીર ફોગાટે ભવાની જિલ્લાના તેમના ગામ બલાલીમાં તેમની તમામ છ પુત્રીઓને કુસ્તીની ટ્રિક્સ શીખવી હતી. ફોગાટ બહેનોમાંથી ત્રણ - ગીતા, બબીતા અને વિનેશ - કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા છે, જ્યારે પ્રિયંકાએ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. રિતુ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને સંગીતાએ વય જૂથ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મેડલ જીતી છે.
આખું ફોગાટ પરિવાર રેસલર
ગીતા ફોગાટે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ મેડલ ભારતીય મહિલા કુસ્તીબાજ દ્વારા જીતવામાં આવેલો પ્રથમ ગોલ્ડ મેડલ હતો. આ જ સ્પર્ધામાં બબીતા ફોગાટે 51 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય પિતા, કાકા, જમાઈ, દિકરીઓ સહિત આખું ફોગાટ પરિવાર રેસલર છે.