- બેડમિન્ટન ઈવેન્ટમાં ભારતના કુલ 7 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
- આ ખેલાડીઓ બેડમિન્ટનમાં 4 અલગ-અલગ રમતોમાં ભાગ લેશે
- ભારતને આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે
આ વર્ષે પેરિસમાં ઓલિમ્પિક્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ ભારતને પણ મેડલની પૂરી આશા છે. ગત ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ફેન્સને મેડલના મામલે ડબલ ફિગર સુધી પહોંચવાની આશા છે. આ દરમિયાન તમામની નજર બેડમિન્ટન ઈવેન્ટ પર રહેશે.
7 ખેલાડીઓ લેશે ભાગ
બેડમિન્ટનમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓ સહિત કુલ 7 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ 7 ખેલાડીઓ બેડમિન્ટનમાં ભારત તરફથી ચાર પ્રકારની રમતમાં ભાગ લેશે. આ તમામ ખેલાડીઓ બેડમિન્ટનના સ્ટાર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ઘણા મેડલ પણ જીત્યા છે.
આ ગેમ્સમાં લેશે ભાગ
પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી 4 પુરુષ અને 3 મહિલા ખેલાડીઓ વિવિધ બેડમિન્ટન ઈવેન્ટ્સ માટે ક્વોલિફાય થયા છે. પુરૂષ ખેલાડીઓની વાત કરીએ તો તેઓ મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સની ઈવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતને બંને ઈવેન્ટમાં ગોલ્ડ મેડલની આશા છે. ભારતની મેન્સ ડબલ્સ જોડી પણ હાલમાં વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાને રહી હતી. મહિલા ખેલાડીઓ વિશે વાત કરીએ, તો તેઓ મહિલા સિંગલ્સ અને વિમેન્સ ડબલ્સ જેવી ઈવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. મહિલા સિંગલ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલની આશા છે. પીવી સિંધુ ભારત તરફથી મહિલા સિંગલ્સમાં ભાગ લઈ રહી છે. પીવી સિંધુએ છેલ્લી બે ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યા છે.
બેડમિન્ટન ઈવેન્ટમાં ભારત તરફથી ભાગ લેનાર ખેલાડીઓનું લિસ્ટ
પીવી સિંધુ - મહિલા સિંગલ્સ ઈવેન્ટ
એચએસ પ્રણય - મેન્સ સિંગલ ઈવેન્ટ
લક્ષ્ય સેન - મેન્સ સિંગલ ઈવેન્ટ
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી/ચિરાગ શેટ્ટી - મેન્સ ડબલ્સ ઈવેન્ટ
અશ્વિની પોનપ્પા/તનિષા ક્રૈસ્ટો (મહિલા ડબલ્સ) – વિમેન્સ ડબલ્સ ઈવેન્ટ