- આ મહિનાના અંતમાં શરૂ થશે પેરિસ ઓલિમ્પિક
- પેરિસ ઓલિમ્પિકમાં લિયોનેલ મેસ્સીનો નહીં દેખાય જાદુ
- લિયોનેલ મેસીને આર્જેન્ટિનાનૂ ટીમમાં સ્થાન ના મળ્યું
ફૂટબોલ ચાહકો આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં લિયોનેલ મેસ્સીનો જાદુ જોઈ શકશે નહીં. આર્જેન્ટિનાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે પરંતુ લાખો લોકોના ફેવરિટ એવા લિયોનેલ મેસ્સીને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. લિયોનેલ મેસ્સી હાલમાં કોપા અમેરિકામાં આર્જેન્ટીનાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. 2021માં, આર્જેન્ટિનાએ કોપા અમેરિકા જીત્યા બાદ જ FIFA વર્લ્ડકપ-2022નો ખિતાબ કબજે કર્યો હતો. મેસ્સીએ જ ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આર્જેન્ટિનાની ટીમમાં મેસ્સીનું નામ ન જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
મેસ્સીને કેમ ન મળ્યું સ્થાન?
ઓલિમ્પિકમાં પુરુષોની ફૂટબોલ સ્પર્ધામાં માત્ર અંડર-23 કેટેગરીના ખેલાડીઓ જ રમી શકે છે. પરંતુ દરેક ટીમમાં 3 મોટી ઉંમરના ખેલાડીઓને પણ રમવાની છૂટ છે. મેસ્સીના ચાહકો માની રહ્યા હતા કે તેને આર્જેન્ટિનાની ટીમમાં જગ્યા મળશે. પરંતુ ટીમની જાહેરાત બાદ મેસ્સીના ચાહકોનું દિલ તૂટી ગયું છે. આર્જેન્ટિનાના કોચ જેવિયર માસ્ચેરાનોએ પેરિસ ઓલિમ્પિકની જાહેરાત કરી છે. આમાં તેણે વર્લ્ડકપ વિજેતા ટીમના ચાર સભ્યોને સ્થાન આપ્યું છે. પરંતુ તેમાં લિયોનેલ મેસ્સીનું નામ નથી.
આ ખેલાડીઓને મળ્યું સ્થાન
જ્યારે આર્જેન્ટિનાના કોચ જેવિયર માસ્ચેરાનોએ પેરિસ ઓલિમ્પિક માટે ટીમની જાહેરાત કરી ત્યારે 23 વર્ષથી વધુ ઉંમરના ત્રણ ખેલાડીઓમાં ગોલકીપર ગેરોનિમો રુલી, નિકોલસ ઓટામેન્ડી અને જુલિયન અલ્વારેઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મેસ્સીએ 2008માં ગોલ્ડ જીત્યો હતો
લિયોનેલ મેસ્સીએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં આર્જેન્ટિનાને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. લિયોનેલ મેસ્સીએ આ ઓલિમ્પિકમાં આઇવરી કોસ્ટ, નેધરલેન્ડ અને બાર્સેલોના સામે ગોલ કર્યા હતા.
24 જુલાઈએ આર્જેન્ટિનાની પ્રથમ મેચ
આર્જેન્ટિનાની પ્રથમ મેચ 24 જુલાઈએ મોરોક્કો સામે થશે. આ પહેલા આર્જેન્ટિનાની ટીમ ફ્રાન્સની ટીમ સાથે 2 ફ્રેન્ડલી મેચ રમશે. આર્જેન્ટિનાની ટીમને ગ્રુપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ગ્રૂપમાં આર્જેન્ટિના ઉપરાંત મોરોક્કો, ઈરાક અને યુક્રેનની ટીમ સામેલ છે.
પેરિસ ઓલિમ્પિક 2024 માટે આર્જેન્ટિનાની ટીમની જાહેરાત
ગોલકીપર્સ: લીએન્ડ્રો બ્રે (બોકા જુનિયર્સ), ગેરોનિમો રુલી (એજેક્સ)
ડિફેન્ડર્સ: માર્કો ડી સેઝેર (રેસિંગ ક્લબ), જુલિયો સોલર (લેનસ), જોક્વિન ગાર્સિયા (વેલેઝ સાર્સફિલ્ડ), ગોન્ઝાલો લુજાન (સેન લોરેન્ઝો), નિકોલસ ઓટામેન્ડી (બેનફિકા), બ્રુનો એમિઓન (સાન્તોસ લગુના)
મિડફિલ્ડર્સ: એઝેક્વિલ ફર્નાન્ડીઝ (બોકા જુનિયર્સ), સેન્ટિયાગો હેઝ (ઓલિમ્પિયાકોસ), ક્રિસ્ટિયન મેડિના (બોકા જુનિયર્સ), કેવિન ઝેનોન (બોકા જુનિયર્સ)
ફોરવર્ડ: જિયુલિયાનો સિમેઓન (એટ્લેટિકો મેડ્રિડ), લુસિયાનો ગોન્ડો (આર્જેન્ટિનોસ જુનિયર્સ), થિયાગો અલ્માડા (બોટાફોગો ડી બ્રાઝિલ), ક્લાઉડિયો એચેવેરી (રિવર પ્લેટ), જુલિયન અલ્વારેઝ (માન્ચેસ્ટર સિટી), લુકાસ બેલ્ટ્રાન (ફિઓરેન્ટિના).