- 50 મીટર રાઈફલ શુટિંગમાં ભારતને ત્રીજો મેડલ
- સ્વપ્નિલ કુસાલેએ પ્રાપ્ત કર્યો બ્રોન્ઝ મેડલ
- ઓલમ્પિકમાં ભારતને મળ્યો વધુ એક મેડલ
Paris Olympics 2024: ભારતને ત્રીજો મેડલ પ્રાપ્ત થયો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ શુટીંગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો ત્રીજો મેડલ
ઓલિમ્પિકમાં ભારતે વધુ એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. 50 મીટર રાઈફલ શુટિંગમાં ત્રીજા નંબરે રહીને સ્વપ્નિલ કુસાલને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસાલેએ 451.4 અંકોની સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમણે વિશ્વના પ્રસિદ્ધ ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ દેશના નામે કર્યો છે.
સ્વપ્નિલ કુસાલેની આ જીત ઐતિહાસિક
ઓલિમ્પિકમાં ભારતે વધુ એક તિરંગો લહેરાવ્યો છે. 50 મીટર રાઈફલ શુટિંગમાં ત્રીજા નંબરે રહીને શુટર સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સ્વપ્નિલ કુસાલેની આ જીત ઐતિહાસિક છે. કેમ કે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર આ પ્રથમ ભારતીય છે. 29 વર્ષના કોલ્હાપુરના આ નિશાનેબાઝનો આ પહેલો જ ઓલિમ્પિક છે. પ્રથમ ઓલિમ્પિકમાં જ આ ખેલાડીએ મેડલ પોતાને નામે કર્યો છે. આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની તૈયારી કરી રહ્યા હતા અને જ્યારે પેરિસમાં તેમને એન્ટ્રી મળી તો ઈતિહાસ જ બનાવી દીધો.
સ્વપ્નિલએ બનાવ્યો ઈતિહાસ
સ્વપ્નિલ કુસાલેએ 451.4 અંકોની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમણે વિશ્વના 1 નંબરના શૂટર હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો છે. સ્વપ્નિલ કુસાલે ભારત માટે ઓલમ્પિક મેડલ જીતનાર સાતમાં શૂટર છે. પેરિસ ઓલમ્પિકમાં અત્યાર સુધી ત્રણ શૂટરે ભારતને મેડલ અપાવ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં દક્ષિણ કોરિયાને હરાવીને કાંસ્ય પદક મેળવ્યો હતો. આ પહેલા મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્ટર સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો હતો. દેશ આઝાદ થયા પછી મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પ્રથમવાર બે મેડલ અપાવ્યા છે.









