• પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ જાપાનને મોટો ઝટકો લાગ્યો
  • મહિલા આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ શોકો મિયાતાએ પોતાનું નામ પાછું ખેંચ્યુ
  • JGAએ જણાવ્યું કે તેણે ધૂમ્રપાન કરીને ટીમની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું

પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ આ દેશને મોટો ઝટકો લાગ્યો છે. મહિલા આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ટીમની 19 વર્ષીય કેપ્ટન શોકો મિયાતાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે જાપાનીઝ જિમ્નેસ્ટિક એસોસિએશન (JGA)એ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે ધૂમ્રપાન કરીને ટીમની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું.

આ અંગે JGAના અધિકારીઓએ જણાવ્યું હતું કે મિયાતા ટેસ્ટિંગ માટે મોનાકોમાં ટીમના પ્રશિક્ષણ શિબિરમાંથી નીકળીને ગુરુવારે જાપાન પહોંચી હતી, જેમાં તેણે દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ હતી. JGAએ કહ્યું કે હવે 5ને બદલે માત્ર 4 એથ્લેટ જ સ્પર્ધા કરશે.

કોચ અને અધ્યક્ષે માફી માંગી

જેજીએના અધ્યક્ષે તાદાશી ફુજીતા અને તેમના અંગત કોચ મુત્સુમી હરાડા અને અન્ય અધિકારીઓએ મિયાતાના વર્તન માટે ચાહકોની માફી માંગી છે. તેણે કહ્યું, 'અમે આ માટે દિલથી માફી માગીએ છીએ.' આ વખતે જાપાનની મહિલા જિમ્નાસ્ટિક્સ ટીમ પાસેથી ઘણી અપેક્ષા હતી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે 1964 ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રથમ વખત જાપાન માટે મેડલ જીતશે.


કોચે પોતાના નિવેદનમાં કહી આ વાત

આ અંગે કોચ હરાડાએ કહ્યું કે, એ વાત સાચી છે કે મિયાતા બેદરકાર હતી, પરંતુ તેના પર પ્રદર્શનનું ઘણું દબાણ હતું. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પ્રેશરમાં હતી. હું લોકોને આ વાત સમજવા માટે વિનંતી કરીશ. મિયાતા વર્તમાન જાપાની રાષ્ટ્રીય ચેમ્પિયન છે. તે આ વખતે મેડલનો દાવેદાર માનવામાં આવતી હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપ 2022માં બીમ પર બ્રોન્ઝ જીત્યો હતો. આ ઉપરાંત, તે ઓલ-અરાઉન્ડ સ્પર્ધામાં પાંચમા ક્રમે રહી હતી.

તમને જણાવી દઈએ કે આ ખેલાડીઓ પર ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરવા માટે ઘણું માનસિક દબાણ છે. ટોક્યોમાં છેલ્લી વખત જિમ્નેસ્ટિક્સ સુપરસ્ટાર સિમોન બાઈલ્સે પણ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

  • Follow us on: