• આજે બિહારના ભાજપના ધારાસભ્ય પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનો પડકાર રજૂ કરતા જોવા મળશે
  • શ્રેયસી સિંહ પહેલી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી
  • શ્રેયસી સિંહને મેડલ જીતવાની દાવેદાર પણ માનવામાં આવે છે

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં આજે બિહારના જમુઈ જિલ્લાના ધારાસભ્ય અને અર્જુન એવોર્ડી આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહ પોતાનો પડકાર રજૂ કરતી જોવા મળશે. શૂટિંગના શોટગન ટ્રેપ ઈવેન્ટ માટેની તેમની મેચ આજે બપોરે રમાશે. શ્રેયસી સિંહ બિહારની પહેલી એથ્લેટ છે જે ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. આ સાથે તે ભારતની તરફથી ઓલિમ્પિકમાં સ્થાન મેળવનારી જનપ્રતિનિધિ પણ બની ગઈ છે.

2020માં લડી હતી ચૂંટણી

શ્રેયસી સિંહે વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી બીજેપીની ટિકિટ પર લડી હતી. આ શ્રેયસી સિંહની પહેલી ચૂંટણી હતી. જેમાં તેણે આરજેડીના ઉમેદવાર વિજય પ્રકાશને 41049 મતોના માર્જીનથી હરાવ્યા હતા. શ્રેયસી સિંહે કુલ 79603 મતો મેળવીને આ ચૂંટણી જીતી હતી.

 

વિરાસતમાં મળી રાજનીતિ-શૂટિંગ

શ્રેયસી સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. તે દિગ્વિજય સિંહની પુત્રી છે. દિગ્વિજય સિંહ બાંકા લોકસભા સીટના સાંસદ અને અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેમની માતા પુતૂલ કુમારી પણ સાંસદ હતા. શ્રેયસી સિંહના પિતા સ્વ. દિગ્વિજય સિંહ અને દાદા કુમાર સિંહ પણ શૂટિંગના શોખીન હતા. આ બંને ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ રીતે શ્રેયસી સિંહને રાજકારણ અને શૂટિંગ બંને વારસામાં મળ્યા છે.

 

અત્યાર સુધી હાંસલ કરી છે ઘણી સિદ્ધિઓ

શ્રેયસી સિંહે અત્યાર સુધી ભારત માટે ઘણા મેડલ જીત્યા છે. તેણે 2018માં ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા તેણે 2014માં ગ્લાસકોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ટ્રેપ ઈવેન્ટમાં સિલ્વર મેડલ અને 2014માં જ એશિયન ગેમ્સ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ માટે તેમને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

ક્યારે છે શ્રેયસીની મેચ

પેરિસ ઓલિમ્પિક 2024માં શ્રેયસીની મેચ આજે બપોરે 12.30 કલાકે રમાશે. શ્રેયસી શુટિંગ શોટગનના ટ્રેપ મહિલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લઈને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.

  • Follow us on: