- સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024માં કરી શકે છે ફેરફાર
- ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પેટ કમિન્સને સુકાનીપદ સોંપી શકે છે
- એડન માર્કરામ ગત સિઝનમાં હૈદરાબાદનો કેપ્ટન હતો
સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024 માટે ટીમમાં ઘણા ફેરફાર કરી શકે છે. ફ્રેન્ચાઇઝી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સને સુકાનીપદ સોંપી શકે છે. કમિન્સ IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. તેને હૈદરાબાદે હરાજીમાં 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કમિન્સ વર્લ્ડકપ 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાનો મહત્વનો હિસ્સો રહ્યો છે. હવે તે IPLમાં પણ કમાલ કરવા તૈયાર છે.
ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. હૈદરાબાદે IPL 2023માં 14 મેચ રમી હતી. આ દરમિયાન માત્ર 4 મેચ જીતી શકી હતી અને 10 મેચ હારી હતી. એડન માર્કરામ ગત સિઝનમાં હૈદરાબાદનો કેપ્ટન હતો. પરંતુ હવે ટીમ પરિવર્તન તરફ આગળ વધી રહી છે. આ કારણોસર હૈદરાબાદે હરાજીમાં ઘણા પૈસા ખર્ચ્યા છે.













