- ચેન્નાઈએ પંજાબ કિંગ્સ સામે 24 રને જીત મેળવી
- રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અપાયો
- CSK માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો
CSKએ રવિવારે IPL 2024 ની 53મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 24 રને જીત મેળવી હતી. CSKના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ધર્મશાળાના મેદાનમાં બેટ અને બોલ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી અને CSKને 167/9ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ચાર ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી અને પંજાબને 139/9 સુધી મર્યાદિત કરી દીધું. તેણે ઓપનર પ્રભસિમરન સિંહ (30), કેપ્ટન સેમ કરન 7 અને આશુતોષ શર્મા 3 રન બનાવીને આઉટ થયા હતા.
જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અપાયો













