• હસીન જહાંને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી

  • શમી અને હસીન જહાંના સબંધોમાં આવી છે તિરાડ
  • હસીન જહાંએ શમી પર લગાવ્યા હતા ફિક્સિંગના આરોપ

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય વ્યક્તિઓમાંની એક છે. તેની અને શમી વચ્ચે છૂટાછેડાનો કેસ હાલ ચાલી રહ્યો છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા નથી. હસીન જહાં સોશિયલ મીડિયા પર આડકતરી રીતે શમી પર અવાર-નવાર હુમલો કરતી જોવા મળે છે તેથી જ યુઝર્સ તેને ટ્રોલ પણ કરતા હોય છે.

શમીનુ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન

મોહમ્મદ શમી ભારતીય ટીમના સ્ટાર ખેલાડી છે. તેણે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ હતું. તેના કારણે ચાહકોમાં વધુ વધારો થયો છે. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનને કારણે ચાહકો તેની વધુ નજીક આવી ગયા છે.

મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલ બબાલમા શમીના ચાહકોએ સોશિયલ મીડિયા પર હસીન જહાંને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.અને ચાહકોએ કહેવાનું શરૂ કર્યું છે કે ,'શમીએ તેમને નહીં પણે તેણે શમીને પરેશાન કરી છે.'

‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’

એડી હસીન જહાંને એકંદરે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. હસીન જહાંએ બે દિવસ પહેલા જ તેના ઈન્સ્ટા પર એક રીલ શેર કરી હતી. તેણે સાજન ફિલ્મના હિટ ગીત 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ' પર રીલ બનાવી હતી, જેના પછી તે જબરદસ્ત ટ્રોલ થઈ હતી. રીલ પર ઘણા યુઝરે કોમેન્ટો લખી હતી. જેમાં એક યુઝરે લખ્યું,'તમારી પાસે દિલ નથી, તું પાગલ છે'હસીન જહાં. જ્યારે બીજાએ લખ્યું,'હજી પણ સમય છે શમીને અપનાવી લો. જ્યારે અન્ય કોઈએ લખ્યું,'તમે બંને ઝડપથી જોડે થઇ જાઓ અને પ્રેમથી જીવો. કોઈએ લખ્યું કે 'જ્યાં સુધી તમે તમારા પતિથી અલગ રહેશો ત્યાં સુધી તમારા પર અલ્લાહનો શ્રાપ રહેશે',


શું છે પુરો મામલો?

મોહમ્મદ શમીની અને હસીન જહાં વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેણે શમી પર બેવફાઈ, ગેરવર્તન અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે શમીના પરિવારના સભ્યો પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા

શમી અને હસીનના લગ્નથી એક પુત્રી છે જે હાલમાં હસીન જહાં સાથે રહે છે.હસીન દ્વારા શમી પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા નકલી નીકળ્યો હતો. શમીએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે તે તેની દીકરીને ખૂબ મિસ કરે છે પરંતુ હસીન જહાં તેને મળવા દેતી નથી.હસીન જહાંને શમી પાસેથી દર મહિને જંગી રકમ ભરણપોષણ ભથ્થું મળે છે, જેના વિશે હસીન જહાંએ એમ પણ કહ્યું છે કે તેને ઓછા પૈસા મળે છે આ કારણે આટલા મોટા ક્રિકેટરની દીકરી સાધારણ શાળામાં ભણે છે. શમીને તેની દીકરીની પણ ચિંતા નથી. તે ભલે સારો ક્રિકેટર હોય પરંતુ તે ખરાબ પતિ અને પિતા છે.

  • Follow us on: