• બાબર આઝમને સુકાનીપદેથી હટાવવાની માંગ ઉઠી
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન હાલમાં બ્રેક પર ઘરે છે
  • બાબર લાહોરમાં સ્પોર્ટ્સ બાઇક ચલાવતો જોવા મળ્યો હતો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને લઈને હાલમાં લોકો ઘણું ખરું ખોટું સંભળાવી રહ્યા છે. બાબર આઝમે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેને જોઈને લોકોનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. લોકોનું કહેવું છે કે બાબર આઝમ કેમ સમજી શકતો નથી કે વનડે વર્લ્ડ કપને આડે માત્ર થોડા મહિના જ બાકી છે અને તે આવી બેજવાબદારીભરી હરકતો કરી રહ્યો છે. લોકોએ તેમના કેપ્ટનને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની સલાહ આપી છે.

બાબર આઝમે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે લાહોરની સડકો પર લાલ રંગની સ્પોર્ટ્સ બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બાબરે હેલ્મેટ પહેરી છે અને તે બાઇક રાઇડની મજા માણી રહ્યો છે. રસ્તામાં બાબરને બાઇક પર જોઈને લોકો ચિંતામાં પડી ગયા અને તેઓ કહે છે કે આગામી એશિયા કપ અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બાબરે આ પ્રકારનું બિનજરૂરી જોખમ ન લેવું જોઈએ. બાબરે વીડિયોનું કેપ્શન લખ્યું, 'રેડી, સેટ, ગો!'

વર્લ્ડ કપ સુધી બાઇક સવારી ન કરવા આપી સલાહ

પાકિસ્તાનના ખલીમ મિન્હાસ નામના યુઝરે લખ્યું છે કે ભાઈ તમે અમારા માટે કિંમતી છો. કૃપા કરીને બાઇક ચલાવશો નહીં. ફરીદ ખાન નામના અન્ય એક યુઝરે લખ્યું કે, કૃપા કરીને વર્લ્ડ કપ સુધી બાઈક ન ચલાવો. કેપ્ટન કોઈ પણ પ્રકારનું જોખમ ન લેશો.’ અન્ય એક યુઝરે લખ્યું કે અમારે આગામી 5 મહિનામાં વર્લ્ડ કપ રમવાનો છે અને બાબર આવા ખતરનાક કામ કરી રહ્યો છે. આવા બેજવાબદાર કૃત્ય બદલ તેને સુકાની પદ પરથી હટાવો.


ઋષભ પંત રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો

ચોથા યુઝરે લખ્યું કે શું તમે પાગલ થઈ ગયા છો? આ વ્યક્તિને બાઇક પરથી ઉતારો. બાબરની કપ્તાની હેઠળ, પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે 5 મેચની ODI શ્રેણીની યજમાની કરી હતી અને પાકિસ્તાન 4-1થી જીત્યું હતું. 5 મેચની T20 શ્રેણી 2-2થી ડ્રો થઈ હતી. ભારતનો વિકેટકીપર ઋષભ પંત ગયા વર્ષે એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. પંત હજુ પણ ક્રિકેટથી દૂર છે.


  • Follow us on: