• PM મોદી વારાણસીના પ્રવાસે
  • વારાણસીમાં PM મોદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ
  • 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે સ્ટેડિયમ

પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ અંતર્ગત PM મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયનું શિલાન્યાસ કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકર, BCCI અધ્યક્ષ રોજન બિન્ની અને સચિવ જય શાહ સહિત અનેક ક્રિકેટર હાજર રહ્યા હતા.

ક્રિકેટ સ્ટેડિયમ આ સુવિધાઓથી સજ્જ હશે

[[$googlead]]

વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ આધુનિક વિશ્વ-સ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના PMના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. વારાણસીના ગાંજરી, રાજાતાલાબમાં બનાનારૂં આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમની થીમ આધારિત આર્કિટેક્ચરલ પ્રેરણા ભગવાન શિવ પાસેથી લેવામાં આવી છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારની છત, ત્રિશુલ આકારની ફ્લડ-લાઇટ, ઘાટની સીડીઓ આધારિત બેઠક વ્યવસ્થા, બિલીપત્ર આકારની ધાતુની ચાદરની ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ સ્ટેડિયમની ક્ષમતા 30 હજાર દર્શકોની હશે.

[[$alsoread]]

400 કરોડથી વધુનો ખર્ચ થશે

આ ક્રિકેટ સ્ટેડિયમ ગંજરી વિસ્તારમાં 31 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ બનાવવા માટે રૂપિયા 450 કરોડનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. અત્યારે ઉત્તરપ્રદેશમાં લખનઉ અને કાનપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે.


PM મોદીએ કર્યું હતું ટ્વીટ

પોતાના પ્રવાસ પહેલાં PM મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, બાબા વિશ્વનાથની નગરી કાશીમાં આજે થનારા આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્સુક છું. આ પરિયોજનાઓથી વારાણસી સાથે સમગ્ર ઉત્તરપ્રદેશની વિકાસ યાત્રામાં વધારો થશે. આજે બપોરે 1.30 કલાકે વારાણસીમાં એક ભવ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવા સાથે 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત કાશી સાંસદ સાંસ્કૃતિક મહોત્વના સમાપન સમારોહમાં પણ ભાગ લેવાની તક મળશે.

  • Follow us on: