• ઓલિમ્પિક ખેલાડીઓએ PM મોદી સાથે કરી મુલાકાત
  • શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી
  • કુસ્તીબાજ અમન સેહરાવત અને હોકી પ્લેયર પીઆર શ્રીજેશે તેમની જર્સી આપી

પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી. જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા છે.

ખેલાડીઓએ PM મોદીને ભેટ આપી

[[$googlead]]

ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને ઘણી ભેટ આપી છે. શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી હતી. કુસ્તીબાજ અમન સેહરાવત અને હોકી પ્લેયર પીઆર શ્રીજેશે તેમની જર્સી આપી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ વતી પીએમને હોકી સ્ટીક આપી હતી. જો કે પીએમએ ખેલાડીઓ સાથે શું વાત કરી તેનો વીડિયો હજુ સામે આવ્યો નથી.

[[$alsoread]]

નીરજ ચોપરા હજુ સુધી સ્વદેશ પરત ફર્યો નથી

તમને જણાવી દઈએ કે કેટલાક ભારતીય ખેલાડીઓ હજુ સુધી સ્વદેશ પરત ફર્યા નથી. નીરજ ચોપરા જર્મનીમાં છે, જ્યાં તેની સર્જરી થવાની છે. જ્યારે રેસલર વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે ભારત પરત ફરશે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ આ ઈવેન્ટનો ભાગ બની ન હતી. સિંધુ પેરિસ ઓલિમ્પિક દરમિયાન રાઉન્ડ ઓફ 16માં હારીને મેડલની ઐતિહાસિક હેટ્રિકથી ચૂકી ગઈ હતી.

2024 ઓલિમ્પિક 2024માં ભારતે 6 મેડલ જીત્યા

નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિક 2024માં 117 ભારતીય ખેલાડીઓની ટુકડીએ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. ભારતીય ટુકડીએ છ મેડલ સાથે મેડલ ટેલીમાં 71મું સ્થાન મેળવ્યું હતું, જેમાં એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે પહેલું મેડલ શૂટિંગમાં મેળવ્યું હતું, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. તેમની સાથે સરબજોત સિંહ પણ ટીમમાં હતો.

નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો

સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ભારતને ત્રીજુ બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું. ત્યારબાદ મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. આ પછી કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો હતો.

  • Follow us on: