• શમી વડાપ્રધાનને ભેટી પડ્યો, PMએ કહ્યું, તે ખુબ સારું કામ કર્યું છે
  • રોહિત શર્માને કહ્યું, હસો ભાઇ, દેશ તમને જોઇ રહ્યો છે.
  • વડાપ્રધાને ટીમ ઇન્ડિયાને દિલ્હી ખાતે આમંત્રણ આપ્યું

19 નવેમ્બરની તારીખ દરેક ભારતીયોને યાદ રહેશે, કેમકે સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ખુબ જ સારું પ્રદર્શન કર્યું, નવા રેકોર્ડ પણ બનાવ્યા, ફાઇનલ સુધી પોઇન્ટ ટેબલ પર નંબર 1નું સ્થાન ટકાવી રાખ્યું. જો કે વર્લ્ડકપ ફાઇનલની હાર બાદ કરોડો ભારતીયો તેમજ ભારતીય ખેલાડીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. જો કે વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમની બાદ PM મોદી અચાનક જ ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા હતાં. તેમણે દરેક ખેલાડીઓ સાથે હાથ મેળવ્યો અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી સાથે અમિત શાહ પણ કેટલીક તસવીરોમાં જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં હાજર લગભગ દરેક વ્યક્તિ સાથે વાત કરી હતી. તેણે કોચ રાહુલ દ્રવિડની પીઠ પણ થપથપાવી હતી. મોહમ્મદ શમીએ બુધવારે આવી જ એક તસવીર શેર કરી હતી. તે તસવીરમાં પીએમ મોદી તેમને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

.રોહિત શર્માને કહ્યું, હસો ભાઇ, દેશ તમને જોઇ રહ્યો છે.

[[$googlead]]

ડ્રેસિંગરૂમમાં પહોંચતા જ નરેન્દ્ર મોદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો હાથ પકડી લીધો હતો અને કહ્યું હતું કે રમતમાં આવું થયા છે, નિરાશ થવાની જરૂર નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચહેરા પર વર્લ્ડકપ હારવાનું ગમ સ્પષ્ટપણે જોઇ શકાતું હતું તેથી નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને કહ્યું કે હસો ભાઇ, સમગ્ર દેશ તમને જોઇ રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. રમતમાં આવું બધુ થયાં કરે. આ સાથે તેમણે ટીમ ઇન્ડિયાને સંબોધતા કહ્યુ હતું કે નિરાશ ન થાઓ, એકબીજાને પ્રોત્સાહિત કરજો. સમય મળશે એટલે હું તમારું સાથે શાંતિથી જરૂરથી ફરીથી મુલાકાત લઇશ.

[[$alsoread]]


બુમરાહને કહ્યું તને તો ગુજરાતી આવડે છે ને ?

નરેન્દ્ર મોદી જ્યારે ડ્રેસિંઝરૂમમાં પહોંચ્યા હતાં ત્યારે માહોલ ખુબ જ ભાવુક હતો. આવા સમયે નરેન્દ્ર મોદીએ વાતાવરણને થોડું હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બુમરાહને જોતાં જ કહ્યું હતું કે તને તો ગુજરાત આવડતું જ હશે ને..? જવાબમાં બુમરાહે કહ્યુ હતું કે થોડું થોડું..ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના ચહેરામાં સ્મિત જોવા મળી હતી.


શમી વડાપ્રધાનને ભેટી પડ્યો, PMએ કહ્યું, તે ખુબ સારું કામ કર્યું છે

મેચ બાદ શમીએ પીએમ સાથેની મુલાકાતની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તેમણે લખ્યું હતું કે દુર્ભાગ્ય છે કે ગઇકાલે અમારો દિવસ ન હતો. અમારી ટીમને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીયોનો આભાર માનું છું. ખાસ કરીને વડાપ્રધાનનો ખુબ આભારી છું.

કાં બાપુ, ઢીલો ના પડતો કહી PM મોદીએ જાડેજાને પીઠ થપથપાવી

PMમોદીએ ડ્રેસિંગરૂમમાં રવિન્દ્ર જાડેજાને જોઇને કહ્યું હતું કે, કાં બાપુ, ઢીલો ના પડતો, રમતમાં હાર-જીત થયા કરે. આ સમયની એક તસવીર રવિન્દ્ર જાડેજાએ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે અમારી ટુર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. અમે બધા દુ:ખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનું સમર્થન અમને આગળ લઇ જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતાં. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.

  • Follow us on: