• આર પ્રજ્ઞાનંદાએ વિશ્વ ચેમ્પિયન લિરેનને હરાવ્યો
  • વિશ્વનાથનને પાછળ છોડીને બન્યો નંબર-1 ખેલાડી
  • ભારતનો સૌથી વધુ રેટિંગ મેળવનાર ખેલાડી બન્યો

ભારતના યુવા ચેસ સુપરસ્ટાર આર પ્રજ્ઞાનંદાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો. આ જીત સાથે, તે અનુભવી વિશ્વનાથન આનંદને પાછળ છોડીને ભારતનો સૌથી વધુ રેટિંગ મેળવનાર ખેલાડી બન્યો છે. મંગળવારે રાત્રે નોંધાયેલી આ જીત સાથે, 18 વર્ષીય પ્રજ્ઞાનંદને 2748.3 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે, જે FIDE લાઈવ રેટિંગ્સમાં પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદના 2748 પોઈન્ટ્સ કરતાં વધુ છે. વિશ્વ ચેસની સર્વોચ્ચ સંસ્થા દર મહિનાની શરૂઆતમાં રેટિંગ્સ જાહેર કરે છે.

બ્લેક પીસ સાથે રમતા પ્રજ્ઞાનંદાએ 62 ચાલમાં જીત મેળવી હતી. ક્લાસિકલ ચેસમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન લીરેનને હરાવનાર આનંદ પછી તે બીજો ભારતીય ખેલાડી બન્યો છે. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર યુવા ચેસ ટેલેન્ટની પ્રશંસા કરી હતી

આ ખૂબ જ અઘરી ટુર્નામેન્ટ છે

પ્રજ્ઞાનંદે કહ્યું કે અત્યારે તેનું ધ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પર છે. તેણે કહ્યું, 'આ ટૂર્નામેન્ટમાં મારું અંગત લક્ષ્ય મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. આ ખૂબ જ કઠિન ટૂર્નામેન્ટ છે. સામાન્ય રીતે કોઈપણ ટુર્નામેન્ટ 9 રાઉન્ડની હોય છે, પરંતુ આ ટુર્નામેન્ટ 13 રાઉન્ડની હોય છે. તેથી તે બીજી ટુર્નામેન્ટમાં રમવા જેવું છે. હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માંગુ છું અને જોઈએ કે આગળ શું થાય છે.'

પ્રજ્ઞાનંદાના હવે માસ્ટર્સ ગ્રુપમાં 2.5 પોઈન્ટ છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ ટીનેજ ગ્રાન્ડ માસ્ટર અત્યારે સારા ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન પછી બીજા સ્થાને રહીને એપ્રિલમાં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું.

10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો

પ્રજ્ઞાનન્ધા એક ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર છે. તેને ભારતનો સૌથી પ્રતિભાશાળી ચેસ ખેલાડી માનવામાં આવે છે. તે માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. તે સમયે આવું કરનાર તે સૌથી યુવા વ્યક્તિ હતો. 12 વર્ષની ઉંમરે, પ્રજ્ઞાનંદ ગ્રાન્ડમાસ્ટર બન્યા. તે સમયે તે આવું કરનાર બીજો સૌથી યુવા ખેલાડી હતો.

  • Follow us on: