- પ્રો-કબડ્ડી લીગ (PKL)ની નવમી સિઝનની શરૂઆત
- સાતમી ઓક્ટોબરથી શરૂ થશે દમદાર મુકાબલાઓ
- લીગ તબક્કાની મેચો પૂણે, હૈદરાબાદ, બેંગ્લોરમાં રમાશે
પ્રો-કબડ્ડી લીગ (PKL)ની નવમી સિઝનની શરૂઆત સાતમી ઓક્ટોબરથી થશે જેમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. મશાલ સ્પોર્ટ્સ દ્વારા આ બાબતની જાહેરાત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે લીગ તબક્કાની મેચો પૂણે, હૈદરાબાદ અને બેંગ્લોર ખાતે રમાશે. લીગ રાઉન્ડ ડિસેમ્બર સુધી રમાશે. કોવિડ-19ની મહામારીના કારણે છેલ્લી સિઝનમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આગામી સિઝન માટેના ખેલાડીઓની હરાજી પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટે કરવામાં આવી હતી.










