• PSL ની ફાઈનલ મેચ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને મુલતાન સુલ્તાન ટીમ વચ્ચે રમાઈ
  • ઇમાદ વસીમે ડ્રેસિંગ રૂમમાં બેસીને શરમજનક હરકત કરી
  • ઈસ્લામાબાદ યુનાઈટેડ ફાઈનલ મેચમાં મુલ્તાન સુલ્તાનને હરાવી ચેમ્પિયન બન્યું

પાકિસ્તાન સુપર લીગ 2024 ની ફાઈનલ મેચ 18 માર્ચે ઈસ્લામાબાદ યુનાઈટેડ અને મુલતાન સુલ્તાન ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડના ખેલાડી ઈમાદ વસીમનું એક એક્શન કેમેરામાં કેદ થયું હતું. મેચ દરમિયાન ઇમાદ વસીમ, ડ્રેસિંગ રૂમમાં બેસીને કંઈક એવું કરી રહ્યો હતો જે તમે ભાગ્યે જ કોઈ ખેલાડીને લાઈવ મેચમાં કરતા જોયો હશે. ઈમાદ વસીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લાઈવ મેચમાં ઈમાદની હરકત કેમેરામાં કેદ થઈ

ઈસ્લામાબાદ યુનાઈટેડ ફાઈનલ મેચમાં મુલ્તાન સુલ્તાનને હરાવીને ત્રીજી વખત પાકિસ્તાન સુપર લીગનું ટાઈટલ જીત્યું. આ મેચ દરમિયાન તેના એક એક્શનને કારણે ઈસ્લામાબાદ યુનાઈટેડના ખેલાડી ઈમાદ વસીમ હવે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે, જ્યારે યુઝર્સ પાકિસ્તાન સુપર લીગની મજાક પણ ઉડાવી રહ્યા છે. વાસ્તવમાં લાઈવ મેચ દરમિયાન ઈમાદ વસીમ ડ્રેસિંગ રૂમમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો.


લોકોએ લતાડ્યો

ઈમાદનો સિગારેટ પીતો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'PSLનું પ્લેયર સ્ટાન્ડર્ડ... મારા જીવનમાં પહેલીવાર મેં કોઈ ખેલાડીને રમત ચાલી રહી હોય ત્યારે ધૂમ્રપાન કરતા જોયા છે.' અન્ય એક યુઝરે લખ્યું કે ધૂમ્રપાન ઇમાદના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.


ઇસ્લામાબાદ યુનાઇટેડે આ મેચ 2 વિકેટે જીતી

ઈસ્લામાબાદ યુનાઈટેડએ ફાઈનલ મેચમાં મુલતાન સુલ્તાનને 2 વિકેટથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. આ મેચમાં ઇમાદ વસીમ પણ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઈમાદે પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટ પોતાના નામે કરી. બેટિંગ કરતી વખતે તેણે 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુલતાન સુલ્તાન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. મુલ્તાન સુલ્તાન તરફથી બેટિંગ કરતી વખતે ઉસ્માન ખાને સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. આ પછી ઇસ્લામાબાદ યુનાઇટેડ દ્વારા અંતિમ ઓવરના છેલ્લા બોલ પર 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

  • Follow us on: