ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સીરીઝની બીજી મેચ 27 ઓક્ટોબરે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ દરમિયાન રાધા યાદવે 31.3 બોલમાં સુપરમેન જેવો શાનદાર કેચ લીધો હતો. જમીનથી 2 ફૂટ ઉડતો આ કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે.


રાધા યાદવનો જોરદાર કેચ

રાધા યાદવે 31.3 ઓવરમાં પ્રિયા મિશ્રાના બોલ પર શાનદાર કેચ પકડ્યો હતો. બ્રુક હેલિડેએ મિડવિકેટ તરફ શોટ રમ્યો હતો. પરંતુ બોલ તેના બેટ સાથે યોગ્ય રીતે જોડાયો ન હતો. આ દરમિયાન રાધા યાદવ પાછળ દોડી અને સુપરમેન સ્ટાઈલમાં કેચ પકડ્યો. હવે રાધા યાદવનો કેચ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.


ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (wk), હરમનપ્રીત કૌર (c), જેમિમાહ રોડ્રિગ્સ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, સાયમા ઠાકોર, પ્રિયા મિશ્રા.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, લોરેન ડાઉન, સોફી ડિવાઇન (c), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ, જેસ કેર, લી તાહુહુ, એડન કાર્સન, ફ્રેન જોનાસ.


  • Follow us on: