• ટેનિસ સ્ટાર બન્યા પિચા
  • પત્ની મારિયા ફ્રાંસિસ્કાએ આપ્યો દીકરાને જન્મ
  • બંનેના લગ્ન 2019માં થયા હતા

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલના ફેન્સને માટે સારા સમાચાર આવ્યા છે. નડાલ પિતા બની ચૂક્યા છે. તેમની પત્ની મારિયા ફ્રાન્સિકા પેરેલાએ દીકરાને જન્મ આપ્યો છે. 36 વર્ષના નડાલે આ વર્ષે જૂનમાં પોતાની પત્નીના પ્રેગનન્ટ હોવાના સમાચાર આપ્યા છે. તેણે 2019માં લગ્ન કર્યા હતા. હવે મારિયાએ પહેલા બાળકને જન્મ આપ્યો છે.

શનિવારે આપ્યો દીકરાને જન્મ

નડાલની પત્ની મારિયાએ શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. આ ખબર સ્પેનના ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી શેર કરી છે. ક્લબે ટ્વિટ કરીને નડાલ અને તેની પત્નીને અભિનંદન આપ્યા છે. રિયલ મેડ્રિડે ટ્વિટર પર લખ્યું કે અમારા પ્રિય સભ્ય રાફેલ નડાલ અને મારિયા પેરેલોને તેમના પહેલા બાળકના જન્મ પર અભિનંદન આપ્યા છે. અમે આ ખુશીના પળમાં તમારી સાથે છીએ. શુભકામનાઓ.

 

દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે પોતાની ગર્લફ્રેન્ડ મારિયા સાથે 2019માં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સના અનુસાર તેઓ 2005થી એકમેકને ડેટ કરી રહ્યા હતા. નડાલે લગભગ 14 વર્ષથી ચાલી રહેલા સંબંધને લગ્નમાં ફેરવી દીધા હતા. આ બંનેએ સ્પેનના એક જાણીતા રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. નડાલના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા.

  • Follow us on: