- ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનો આજે 51મો જન્મદિવસ ઉજવાયો
- દ્રવિડ ભારત અને અફઘાનિસ્તાન મેચ માટે મોહાલીમાં છે
- રાહુલ દ્રવિડે ભારત માટે કુલ 509 મેચ રમી છે
ભારતીય ટીમના મુખ્ય કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો આજે 51મો જન્મદિવસ છે. દ્રવિડે તેની કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં કુલ 509 મેચ રમી છે. દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ માટે મહત્વનો યોગદાન આપ્યો છે. દ્રવિડ હાલમા અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ માટે મોહાલીમાં છે. ઉલ્લેખનિય છે કે રાહુલ દ્રવિડને ‘ધ વોલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
'ધ વોલ' એ ઉજવ્યો 51મો જન્મદિવસ
ભારતીય ટીમના મુખ્ય કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડેનો આજે 51મો જન્મદિવસ છે. દ્રવિડ અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ દરમિયાન મોહાલીમાં ટીમ ઈન્ડિયા સાથે તેના પરિવારથી દૂર તેનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.દ્રવિડે તેની કારકિર્દીના તમામ ફોર્મેટમાં દેશ માટે 509 મેચો રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડે ટીમ માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. 'ધ વોલ' તરીકે ઓળખાતા દ્રવિડે તેની ક્રિકેટ કારકિર્દીમાં ભારતીય ક્રિકેટને ખૂબ ઉંચાઈઓ સુઘી લઈ ગયા છે. તેમણે મોહાલીમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ દરમિયાન જન્મદિવસ ઉજવણી કરી છે.
ભારતીય ક્રિકેટનો મહત્વનો ચહેરો
રાહુલ દ્રવિડ હંમેશાથી ભારતીય ક્રિકેટનો મહત્વનો ચહેરો રહ્યા છે. રાહુલે તેમની કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં દેશ માટે કુલ 509 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું યોગદાન મહત્વનું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 24 હજારથી વધુ રન બનાવ્યા છે. ભારત માટે દ્રવિડે કુલ 164 ટેસ્ટ, 344 વનડે અને એક T20 મેચ રમી છે. રાહુલ દ્રવિડે 2012માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીઘી હતી. દ્રવિડના નામે કુલ 48 સદી અને 146 ફિફ્ટી છે. 1996માં લોર્ડ્સમાં પોતાની ડેબ્યૂ મેચમાં દ્રવિડે ઈંગ્લેન્ડ સામે 95 રન બનાવ્યા હતા. તેમણે પોતાની તોફાની ઈનિંગ્સથી ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી છે.
રાહુલ દ્રવિડની IPL કારકિર્દી
IPLમાં પણ રાહુલ દ્રવિડની કારકિર્દી સારી રહી છે. તેમણે 89 મેચની 82 ઇનિંગ્સમાં 2174 રન બનાવી 11 ફિફ્ટી ફટકારી છે. જોકે આ લીગમાં તેમના નામે કોઈ સદી રહી નથી. દ્રવિડ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યા છે. BCCIએ દ્રવિડ માટે એક ખાસ પોસ્ટ શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાહુલ દ્રવિડે નિવૃત્તિ લીધા પછી કોચ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પહેલા અંડર-19 ભારતીય ટીમમાં અને હાલમા ભારતીય ટીમમાં કોચિંગ આપી રહ્યા છે. વર્લ્ડ કપ બાદ દ્રવિડનો BCCI સાથેનો કરાર પૂરો થઈ ગયો હતો, છતા બોર્ડે તેમને રિટેન કર્યા છે.