- ભારતે સાઉથ આફ્રિકાને 106 રને હરાવ્યું
- કુલદિપ યાદવે 5 વિકેટ, સૂર્યાની સદી
- શુભમન ગિલે એલબીડબ્લ્યુનો રિવ્યૂ ન લીધો
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચની શરૂઆતમાં ભારતીય ટીમ કેટલા દબાણમાં હતી તેનો અંદાજ કોચ રાહુલ દ્રવિડના અભિવ્યક્તિઓ પરથી લગાવી શકાય છે. આ 'કરો યા મરો' મેચમાં, જ્યારે શુભમન ગિલ એલબીડબ્લ્યુનો રિવ્યૂ ન લીધો અને આઉટ જાહેર કરાયો ત્યારે રાહુલ દ્રવિડ ગુસ્સે થતો જોવા મળ્યો.
વાસ્તવમાં, સાઉથ આફ્રિકા તરફથી ત્રીજી ઓવર નાખવા કેશવ મહારાજ આવ્યો હતો. તેના બીજા બોલ પર શુભમન ગિલ સ્વીપ શોટ રમવા જતા બોલ ચૂકી ગયો અને પેડ સાથે અથડાયો હતો. અહીં જોરદાર અપીલ થઈ અને અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. શુભમન ગિલે રિવ્યું માંગવા અંગે તેના સાથી ઓપનર યશસ્વી જયસ્વાલે સાથે ચર્ચા કરીને ગિલે રિવ્યુ ન લેવાનું નક્કી કર્યું અને પેવેલિયન પરત ફર્યો હતો.













