• ભારત 13 વર્લ્ડકપમાં 8 વખત સેમીફાઈનલમાં પહોંચ્યું
  • ભારતે 7 સેમિફાઇનલમાંથી માત્ર 3 મેચ જીતી
  • રાહુલ દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચને લઈને નિવેદન

વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ મેચને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. રાહુલ દ્રવિડે જણાવ્યું કે તે આ સેમીફાઇનલ મેચમાં કયા અભિગમ સાથે મેદાનમાં ઉતરશે. રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા એ જ અભિગમ સાથે રમશે જે તે અત્યાર સુધી રમી રહી છે.

ભારતનું વર્લ્ડકપમાં પ્રદર્શન

આ વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને તેણે તમામ ટીમોને હરાવી છે. દરેક મેચમાં ભારતીય ટીમે સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવીને જીત મેળવી છે અને વિરોધી ટીમને કોઈ તક આપી નથી. ટીમ ઈન્ડિયાને આ વખતે વધુ મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો નથી. રાહુલ દ્રવિડના મતે ભારતીય ટીમ આ જ પ્રક્રિયા સાથે મેદાનમાં ઉતરશે અને તેમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે.

રાહુલ દ્રવિડની મેચ અંગે પ્રતિક્રિયા

રાહુલ દ્રવિડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને લાગે છે કે આ માત્ર સામાન્ય મેચ છે એમ કહેવું યોગ્ય નહીં હોય. આવું કહેવું બિલકુલ યોગ્ય નથી. આ સેમી ફાઈનલ મેચ છે. જો કે, અમારી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થવાનો નથી. આપણે બધા જાણીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ મેચ અને નોકઆઉટ મેચ છે. અમારે એ પણ માનવું પડશે કે સેમિફાઇનલમાં થોડું દબાણ હશે.

રોહિત શર્માનું ટીમ અંગે નિવેદન

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં આટલી સફળ કેમ રહી. રોહિત શર્માના મતે ભારતીય ટીમે એક સમયે માત્ર એક જ મેચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે જ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી હતી.


  • Follow us on: