• રાજસ્થાનની ટીમનું મેદાન પર શાનદાર પ્રદર્શન
  • 14માંથી 8 મેચ જીતી છે ટીમે
  • એક પ્લેયર રાજસ્થાન માટે બન્યો લકી
IPLની 17મી સિઝનમાં હવે માત્ર 2 મેચ જ રમવાની બાકી છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે ત્યારે બીજી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયર મેચ દ્વારા બીજી ટીમનો નિર્ણય કરાશે. આ સિઝનમાં રાજસ્થાનની ટીમનું મેદાન પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં તેણે લીગ તબક્કા દરમિયાન 14માંથી 8 મેચ જીતી છે. ત્યારે આ મેચમાં એક એવા ખેલાડીની વાત કરીએ જેણે મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે બીજુ કોઇ નહી પરંતુ શિમરોન હેટમાયર હતો જે ઈજાને કારણે કેટલીક મેચોમાં રમી શક્યો ન હતો.

શિમરોન હેટમાયર RRમાટે લકીચાર્મ
રાજસ્થાન રોયલ્સ ટીમ માટે શિમરોન હેટમાયર બેટિંગ કરતી વખતે એવી સ્થિતિમાં રમે છે જ્યાંથી તે મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. RCB સામેની એલિમિનેટર મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે બેંગલુરુની ટીમ મેચમાં વાપસી કરી હતી તે સમયે હેટમાયરે માત્ર 14 બોલમાં 26 રનની ઈનિંગ રમી હતી અને રાજસ્થાનની ટીમને સંપૂર્ણ રીતે જીતી લીધી હતી. આ સિઝનમાં અત્યાર સુધીમાં હેટમાયર રાજસ્થાન રોયલ્સ ટીમ માટે 11 મેચ રમી ચૂક્યો છે. જેમાંથી ટીમે 7માં જીત મેળવી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન જ્યારે આ સિઝનમાં હેટમાયર વિના રમ્યું ત્યારે 4 મેચમાંથી ટીમને 3માં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

હેટમાયરની શાનદાર બેટિંગ
જો આઈપીએલની 17મી સીઝનમાં શિમરોન હેટમાયરના બેટિંગની વાત કરીએ તો, તેણે 11 મેચોમાં 27.25ની સરેરાશથી 109 રન બનાવ્યા. જેમાં સ્ટ્રાઈક રેટ 184.74 હતો. હેટમાયરે આ સમયગાળા દરમિયાન 9 ચોગ્ગા અને 7 છગ્ગા પણ ફટકાર્યા છે. હવે રાજસ્થાનની ટીમ ક્વોલિફાયર 2 મેચમાં તેની પાસેથી મહત્વની ઈનિંગની અપેક્ષા રાખશે જેથી કરીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ શકે.

  • Follow us on: