• રણજી ટ્રોફીની મેચમાં દિલ્હીએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું
  • મુંબઈની 6 મેચમાં બીજી હાર, દિલ્હીની પ્રથમ જીત
  • દિવિજ મહેરાની 5 વિકેટ, બીજી ઇનિંગમાં સરફરાઝ-પૃથ્વી ફ્લોપ

સરફરાઝ ખાન અત્યારે શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે. પરંતુ તેની ટીમ મુંબઈને રણજી ટ્રોફીની મેચમાં દિલ્હી સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટની વાત કરીએ તો દિલ્હીએ 41 વર્ષ બાદ મુંબઈને હરાવ્યું છે.

[[$googlead]]

[[$alsoread]]

દિલ્હીએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું

સરફરાઝ ખાનનું બેટ સતત રન બનાવી રહ્યું છે. તેણે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં 3 સદી ફટકારી છે. આ પછી પણ દિલ્હીએ શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઈને 8 વિકેટે હરાવ્યું હતું. ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટમાં દિલ્હીએ 41 વર્ષ બાદ મુંબઈ સામે જીત મેળવી હતી. સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 125 રન બનાવ્યા હતા. તેની સદીના આધારે મુંબઈએ 293 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 369 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ બીજા દાવમાં માત્ર 170 રન જ બનાવી શકી હતી. સરફરાઝ ખાન શૂન્ય પર આઉટ થયો હતો. આ રીતે દિલ્હીને 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 2 વિકેટ ગુમાવીને મેળવી હતી.


દિવિજ મહેરાનું દમદાર પ્રદર્શન

દિલ્હીના 20 વર્ષીય ફાસ્ટ બોલર દિવિજ મહેરાએ મેચમાં શાનદાર બોલિંગ કરી અને કુલ 6 વિકેટ ઝડપી. બીજી ઇનિંગમાં સરફરાઝ ખાન સિવાય તેણે પૃથ્વી શૉને આઉટ કર્યો હતો. તેણે પૃથ્વીને પ્રથમ દાવમાં પણ પેવેલિયન મોકલ્યો હતો. પૃથ્વીએ પ્રથમ દાવમાં 40 રન જ્યારે બીજી ઇનિંગમાં 16 રન બનાવ્યા હતા. દિલ્હીની વાત કરીએ તો પ્રથમ દાવમાં વૈભવ રાવલે 114 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હિંમત સિંહે 85 રન બનાવ્યા હતા.

6 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી ન શક્યા

મુંબઈની બીજી ઇનિંગની વાત કરીએ તો 6 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 51 જ્યારે તનુષ કોટિયને અણનમ 50 રન બનાવ્યા હતા. દિવિજ મહેરાએ 13 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી વૈભવ શર્માએ બીજી ઇનિંગમાં 36 રન બનાવ્યા હતા. રિતિક શોકીન 36 અને નીતીશ રાણા 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. મુંબઈની 6 મેચમાં આ બીજી હાર છે. ટીમે 3 મેચ પણ જીતી છે. ટીમ ગ્રુપ-Bમાં 23 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે આ દિલ્હીની પ્રથમ જીત છે અને 11 પોઈન્ટ સાથે 5માં સ્થાન પર છે.


સરફરાઝને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવા દિગ્ગજોની માંગ

સરફરાઝ ખાનના શાનદાર પ્રદર્શનને જોઈને સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવાની વાત કરી રહ્યા છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં તેણે 6 મેચની 9 ઇનિંગ્સમાં 93ની એવરેજથી 556 રન બનાવ્યા છે. તેણે 3 સદી અને એક અડધી સદી ફટકારી છે. તેણે છેલ્લી 2 સિઝનમાં પણ 900થી વધુ રન બનાવ્યા હતા. તેની ફર્સ્ટ ક્લાસ એવરેજ 80 છે.

  • Follow us on: