• અર્જુન તેંડુલકર રણજી ટ્રોફી માં ગોવા ટીમનો કેપ્ટન
  • ચંદીગઢ સામે અર્જુન તેંડુલકરે શાનદાર ફિફટી ફટકારી
  • અર્જુન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે

આ દિવસોમાં ઘણા યુવા ખેલાડીઓ રણજી ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓ અને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. જેમાંથી એક છે ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર. રણજી ટ્રોફી 2024માં અર્જુન તેંડુલકર ગોવાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બીજા રાઉન્ડમાં ચંદીગઢ સાથે રમાયેલી મેચમાં અર્જુન તેંડુલકરે શાનદાર બેટિંગ કરી હતી. જેના ઘણા શોટ્સ હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અર્જુન તેંડુલકરના આ અદ્ભુત શોટ્સ દ્વારા ચાહકોને તેના પિતા સચિન તેંડુલકરની યાદ અપાવી હતી.

અર્જુને ચંદીગઢ સામે ફિફટી ફટકારી

પ્રથમ રાઉન્ડમાં ગોવાનો મુકાબલો ત્રિપુરા સાથે હતો. આ મેચમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. આ મેચમાં અર્જુને બેટિંગમાં 21 રન અને બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી. બીજા રાઉન્ડમાં ચંદીગઢ સામે અર્જુનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અર્જુન તેંડુલકરે ચંદીગઢ સામે બેટિંગ કરતા શાનદાર ફિફટી ફટકારી હતી.

આ મેચમાં અર્જુને 70 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેણે પોતાના બેટમાંથી 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. અર્જુન તેંડુલકરે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઇનિંગના કેટલાક વીડિયો શેર કર્યા છે. જેના પર ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા ગોવાની ટીમે 7 વિકેટ ગુમાવીને 618 રન બનાવ્યા હતા.

અર્જુન IPLમાં MI તરફથી રમે છે

અર્જુન તેંડુલકર હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શક્યો નથી. જોકે, IPLમાં અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું છે. અર્જુન તેંડુલકરે IPLમાં અત્યાર સુધી 4 મેચ રમી છે. જેમાં તેણે બેટિંગ કરતા 13 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગ દરમિયાન 3 વિકેટ પોતાના નામે કરી છે.

  • Follow us on: