- મુલાકાત બાદ રાશિદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોરદાર કેપ્શન લખી હતી
- ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે તમને મળીને હંમેશા ખુશી થાય છે માહી ભાઈ
- ઇંગ્લેન્ડને પરાજય આપવામાં રાશિદ ખાનનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો
અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર રાશિદ ખાન પાકિસ્તાન સામેની મેચ પહેલા ચેન્નઈમાં પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની સાથે મુલાકાત માટે ગયો હતો. ધોની સાથે મુલાકાત બાદ રાશિદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોરદાર કેપ્શન લખી હતી. રાશિદે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે તમને મળીને હંમેશા ખુશી થાય છે માહી ભાઈ. ઉલ્લેખનીય છે કે રાશિદ ખાન આઇપીએલમાં પણ મહત્ત્વપૂર્ણ ચહેરો છે. ગુજરાત ટાઇટન્સની ટીમે રાશિદને 15 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. રાશિદે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં લોકોની મદદ માટે પોતાની મેચ ફીની રકમ દાન કરી હતી. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને પરાજય આપવામાં રાશિદ ખાનનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો હતો. ત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામેની મેચમાં રાશિદે ત્રણ ઇંગ્લિશ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રાશિદના પ્રદર્શનને કારણે જ અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રને પરાજય આપ્યો હતો.










