- લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ
- લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
- લખનૌએ ગુજરાતને જીત માટે 164 રનનું લક્ષ્ય આપ્યું
IPL 2024માં 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં લખનૌની ટીમ પ્રથમ બેટિંગ કરીને ગુજરાતને જીત માટે 165 રનનું લક્ષ્ય આપ્યું હતું. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈટન્સ મેચમાં સંઘર્ષ કરતા જોવા મળી રહી છે. ગુજરાતનો સ્કોર 9 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 61 રન છે. હાલમાં મેચમાં લખનૌએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે.
રવિ બિશ્નોઈએ અવિશ્વસનીય કેચ પકડ્યો
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગજરાતને કપ્તાન શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર શરૂઆત અપાવી હતી. પાવર પ્લેના છેલ્લા બોલ પર શુભમન ગિલ યશ ઠાકુરના બોલ પર બોલ્ડ થયો હતો. શુભમન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 6 ઓવરમાં 54 રને 1 વિકેટ હતો. ગિલ આઉટ થયા બાદ GTએ 3 ઓવરમાં 7 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી.
સ્પિનર રવિ બિશ્નોઈએ લખનૌ સુપરજાયન્ટ્સને બીજી સફળતા અપાવી છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા કેન વિલિયમ્સન પોતાનો શિકાર બનાવ્યો હતો. વિલિયમસન પાંચ બોલમાં એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિ બિશ્નોઈએ કેન વિલિયમન્સનનો અવિશ્વસનીય કેચ પકડ્યો હતો.
કૃણાલ પંડ્યાએ કર્યો કમાલ
લખનૌ માટે 9મી ઓવર નાખવા આવેલા કૃણાલ પંડ્યાએ એક જ ઓવરમાં બે સફળતા અપાવી હતી. જેમાં સેટ બેટ્સમેન સાઈ સુદર્શન અને ડેબ્યૂડન્ટ બીઆર શરથને મોટો શોટ રમવા જતા આઉટ થયા હતા. સાઈ સુદર્શન 23 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો.