- અશ્વિને ચેન્નાઈમાં ક્રિકેટ ફેન્ટસી એપ માટે આયોજિત પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી
- જ્યાં તેમને તમિલનાડુ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા બિલ વિશે પૂછવામાં આવ્યું
- અશ્વિનને પત્રકારોના આ સવાલો પસંદ ન આવ્યા અને મીડિયાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. એવી ઘણી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ છે જે ફેન્સને મોટા ઇનામો જીતવાની તક આપે છે. પરંતુ તાજેતરમાં તમિલનાડુના ગવર્નર આર. એન. રવિએ રાજ્યમાં ઓનલાઈન રમી અને પોકર સહિતના ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ લગાવતા બિલને સંમતિ આપીને એક મોટું પગલું ભર્યું છે.
તેમ છતાં, ટીમ ઈન્ડિયા અને રાજસ્થાન રોયલ્સના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈમાં ક્રિકેટ ફેન્ટસી એપ માટે આયોજિત પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેમને તમિલનાડુ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા બિલ વિશે પૂછવામાં આવ્યું હતું. પરંતુ અશ્વિનને પત્રકારોના આ સવાલો પસંદ ન આવ્યા અને મીડિયાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેઓ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.










