• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ODI સીરિઝ શરુ થશે
  • આ સીરિઝની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલી ખાતે રમાશે
  • અશ્વિન ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ડોમેસ્ટિક લીગમાં રમશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ODI સીરિઝ શરુ થવા જઈ રહી છે. આ માટે હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. આમાં રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે. અશ્વિન ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા ડોમેસ્ટિક લીગમાં રમશે. હાલમાં તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પછી, તેઓ મંગળવારે સ્થાનિક લીગમાં રમશે. જેનું આયોજન તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અશ્વિન ડોમેસ્ટિર લીગમાં રમતા જોવા મળશે

અશ્વિન મંગળવારે VAP ટ્રોફી ODI લીગમાં રમશે. માહિતી અનુસાર, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું, "અશ્વિન મેદાન પર સમય પસાર કરવા માંગે છે અને ODI મેચ તેના માટે સારી તક હશે." તેણે તાજેતરમાં નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. અહીં તેણે સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે સાથે તેની સ્કિલ પર કામ કર્યું. તેઓ કોઈપણ પ્રકારના પડકાર માટે તૈયાર છે.

લાંબા સમય બાદ અશ્વિનની વાપસી

અશ્વિન લાંબા સમય બાદ ભારતીય વનડે ટીમમાં પરત ફર્યો છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. અશ્વિને ટીમ ઈન્ડિયા માટે 113 ODI મેચ રમી છે. આ દરમિયાન 151 વિકેટ લીધી છે. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. અશ્વિને ભારત માટે 94 વનડે મેચોમાં 489 વિકેટ લીધી છે. તેમણે 65 T20 મેચમાં 72 વિકેટ લીધી છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે. તેની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ પછી સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

  • Follow us on: