- રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટા સ્ટોરી મૂકતાં સોશિયલ મીડિયા પર વાયરલ
- સ્ટોરીના કેપ્શનમાં લખ્યું છે કે, એક Horse બે GOAT બકરીઓ વચ્ચે
- ફોટોમાં જાડેજાની એક બાજુ દ્રવિડ અને બીજી બાજુ અશ્વિન ઉભા છે
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાને Horse ગણાવ્યો છે, જ્યારે સ્પિનરો આર અશ્વિન અને રાહુલ દ્રવિડને GOAT તરીકે વર્ણવવામાં આવ્યા છે. જાણો શું છે.
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં છે, જ્યાં તેણે ત્રણેય ફોર્મેટની સીરિઝ રમવાની છે. તેની શરૂઆત 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝથી થશે. આ માટે ભારતીય ટીમ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે પોતાને ઘોડો અને આર અશ્વિન અને રાહુલ દ્રવિડને બકરી ગણાવ્યા છે. જો કે અહીં GOATનો અર્થ અલગ છે.
રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટા સ્ટોરી કરી શેર
રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં, તેની ડાબી તરફ ઓફ સ્પિનર આર અશ્વિન છે, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ જમણી તરફ છે. આ સ્ટોરીના કેપ્શનમાં જાડેજાએ લખ્યું છે કે, એક Horse બે GOAT બકરીઓ વચ્ચે. તેનો સામાન્ય અર્થ થાય છે એક ઘોડો બે બકરીઓ વચ્ચે, પરંતુ તેનો સાચો અર્થ કંઈક અલગ છે. પહેલા તો તમે આ ચિત્ર જુઓ

GOATનો મતલબ?
ખરેખર, જાડેજા કહે છે કે તે એક ઘોડો છે અને બે બકરી એટલે બે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (બે સર્વકાલીન મહાન ખેલાડીઓ) તેની બંને બાજુ ઉભા છે. દરેક વ્યક્તિ જાણે છે કે રાહુલ દ્રવિડ કેટલા સફળ ખેલાડી રહ્યા છે, જ્યારે આર અશ્વિનને વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક માનવામાં આવે છે. તે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બોલર છે. જો કે, તે WTC ફાઇનલમાં રમ્યા ન હતો.