- સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે
- હાલ ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં 2-0થી આગળ છે
- જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 500મી વિકેટ સરળતાથી પૂરી કરી લેશે
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં 2-0થી આગળ છે. આ સીરિઝમાં રવીન્દ્ર જાડેજાએ બોલિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેમજ આર. જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ સ્ટાર ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લેવાની બાબતમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર એક પગલું દૂર છે.
રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી શકે છે. આ સિદ્ધિ મેળવવા માટે તેને માત્ર એક વિકેટની જરૂર છે. ઈન્દોર ટેસ્ટમાં વિકેટ લેતાની સાથે જ રવિન્દ્ર જાડેજા પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 500 વિકેટ પૂરી કરશે. જાડેજા તેની બોલિંગની સાથે બેટિંગ માટે પણ જાણીતો છે. પોતાની કારકિર્દીમાં આટલી વિકેટ લેવાની સાથે તેણે 5,523 રન પણ બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરવાથી એક ડગલું દૂર
ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની બે મેચમાં અત્યાર સુધીમાં 17 વિકેટ ઝડપી છે. આ સાથે જ જાડેજા આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. જોકે, આ સીરિઝમાં તેના પ્રદર્શનને જોતા જાડેજા ત્રીજી ટેસ્ટ દરમિયાન તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 500 વિકેટ સરળતાથી પૂરી કરી લેશે. આ સિવાય તેણે બે મેચમાં 96 રન પણ બનાવ્યા છે. રવીન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 62 મેચની 118 ઈનિંગમાં 259 વિકેટ ઝડપી છે. બીજી તરફ વનડેમાં તેણે 171 મેચની 166 ઇનિંગ્સમાં 189 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 64 મેચની 62 ઇનિંગ્સમાં 51 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત, તેણે બેટિંગમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તે જ સમયે તે ટીમ માટે એક ઉત્તમ ઓલરાઉન્ડર બનીને સામે આવ્યો છે.

કપિલ દેવનો રેકોર્ડ શાનદાર છે
બીજી તરફ કપિલ દેવના રેકોર્ડની વાત કરીએ તો તેણે 131 ટેસ્ટ મેચમાં 5,248 રન અને 434 વિકેટ ઝડપી છે. તેમજ તેણે 225 વનડેમાં 3783 રન અને 253 વિકેટ લીધી છે. કપિલ દેવને માત્ર ભારતના જ નહીં પરંતુ ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. બીજી તરફ આ સીરિઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા નાગપુર અને દિલ્હી ટેસ્ટ જીતીને 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવશે.