પ્રથમ બેટિંગ કરતા, આરસીબી વરસાદના વિક્ષેપિત 14 ઓવરની મેચમાં ફક્ત 95 રન જ બનાવી શક્યું. આમાં ટિમ ડેવિડે 26 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ફિલ સોલ્ટ 04, વિરાટ કોહલી 01, રજત પાટીદાર 23, લિયામ લિવિંગસ્ટોન 04, જીતેશ શર્મા 02 અને કૃણાલ પંડ્યા માત્ર 01 રન બનાવી શક્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને માર્કો જેનસેને બે-બે વિકેટ લીધી.
વરસાદને કારણે બગડી હતી સ્થિતિ












