પંજાબ કિંગ્સે બેંગલુરુને પાંચ વિકેટથી હરાવીને જીત હાંસિલ કરી છે. નેહલ વાઢેરાની શાનદાર બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે આરસીબીને પાંચ વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી. આરસીબી અને પંજાબ વચ્ચેની આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી અને મેચ 14-14 ઓવરમાં રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે યોગ્ય સાબિત થયો. આરસીબીની ટીમ 14 ઓવરમાં નવ વિકેટે માત્ર 95 રન જ બનાવી શકી. જવાબમાં પંજાબે 12.1 ઓવરમાં પાંચ વિકેટે 98 રન બનાવીને મેચ જીતી લીધી. પંજાબ તરફથી નેહલ વાઢેરાએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 33 રન બનાવ્યા. આરસીબી તરફથી જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લીધી જ્યારે ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી.













