• RCBને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો
  • RCBએ પ્લેઓફમાં સૌથી વધુ 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો
  • આ મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ 9મેચમાં હાર સાથે બીજા સ્થાને છે

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી ટીમ RCBને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે પરાજય આપ્યો હતો. આ જીત સાથે રાજસ્થાને IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવી લીધું છે. આ હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. RCB IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે.

પ્લેઓફમાં સૌથી વધુ મેચ હાર્યું RCB

RCBએ IPL પ્લેઓફમાં કુલ 16 મેચ રમી છે. આ દરમિયાન ટીમને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે. ચેન્નાઈએ 26 મેચ રમી છે અને 9માં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સ પણ 9 પ્લેઓફ મેચ હારી છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તેણે 20 પ્લેઓફ મેચ રમી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 7 મેચ હારી છે.

ખરાબ રહી શરૂઆત

ટૂર્નામેન્ટમાં RCBની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આ પછી ટીમે શાનદાર વાપસી કરી હતી. RCB IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તેણે 14 મેચ રમી અને 7માં જીત મેળવી. તેથી, એલિમિનેટરમાં તેનો સામનો રાજસ્થાન સામે થયો હતો. અહીં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. RCBની હારનું મુખ્ય કારણ તેની બેટિંગ અને બોલિંગ હતી. ટીમમાં ઘણા મોટા દિગ્ગજો છે. પરંતુ તેમ છતાં તે ડૂબી ગયો.

વિરાટ કોહલીએ બેંગલુરૂ માટે બનાવ્યા સૌથી વધુ રન

RCB માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો વિરાટ કોહલી ટોચ પર છે. કોહલી પાસે ઓરેન્જ કેપ પણ છે. તેણે 15 મેચમાં 741 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. પરંતુ એલિમિનેટર મેચમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પ્લેઓફમાં તેનો બેટિંગ રેકોર્ડ સારો નથી. RCB માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ફાફ ડુ પ્લેસિસ બીજા ક્રમે છે. તેણે 15 મેચમાં 438 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.

  • Follow us on: