- સ્ટેડિયમમાં કુલ 3 મેચ રમાઈ જેમાંથી 2 મેચ બેંગ્લોરની ટીમ હારી
- આ પિચ પર પહેલી ઈનિંગમાં વધારે રન બની શકે છે
- ફાસ્ટ બોલર્સને મળી શકે છે પિચનો વધારે ફાયદો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે આઈપીએલની મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. આ મેચ આઈપીએલની 30મી મેચ હશે. અહીં બંને ટીમો રન બનાવી શકે છે, બેટિંગમાં પાવરહાઉસ ગણાતી ટીમો વચ્ચે આજે મેચ રમાશે. એવામાં રનનો વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળશે કેમકે આ પિચ બોલર્સને માટે કાળ બની શકે છે. તો જાણો સંપૂર્ણ પિચ રિપોર્ટ.
RCB અને SRH પિચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 3 મેચ રમાશે. તેમાં રન તો બને છે પણ સાથે અહીંની ટીમને આ સ્ટેડિયમ ફળી રહ્યું નથી. ટીમ 3માંથી 2 મેચ આ સ્ટેડિયમમાં હારી છે. 3 મેચમાં 175-175થી વધુ રન પહેલી ઈનિંગમાં બન્યા છે. બીજી ઈનિંગમાં તેનાથી પણ વધારે રન બન્યા છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે રનનો વરસાદ અહીં થશે. આમ તો આ મેદાન પર આઈપીએલમાં પહેલી ઈનિંગમાં 170થી વધારે રનની પહેલી ઈનિંગ રમી શકાય છે. પણ બીજી ઈનિંગમાં અહીં ઓછા રન બને છે.
ફાસ્ટ બોલર્સને મળશે ફાયદો
બેંગલુરુમાં ફાસ્ટ બોલર્સને ફાયદો મળશે કેમકે આંકડા કહે છે કે 70 ટકાની આસપાસ વિકેટ અહીં પેસર લઈ લે છે. સ્પિનર્સને લગભગ 30 ટકા વિકેટ મળે છે. ફાસ્ટ બોલર્સ પર રન પણ સારા બને છે કેમકે મેદાન નાનું છે. બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ અહીં વધારે મેચ જીતે છે. જો કે આ સીઝન પહેલા 2 મેચ બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી અને ત્રીજી મેચ પહેલા બેટિંગ કરતા એલએસજીએ જીતી છે.
RCB અને SRH હેડ ટૂ હેડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદની આઈપીએલનો સામનો 23 વખત થયો છે. તેમાંથી 12 વાર બાજી એસઆરએચએ મારી છે. કુલ 10 મેચ આરસીબીએ જીતી છે. એક મેચનું પરિણામ વરસાદના કારણે આવ્યું નથી. એવામાં થોડું મનોબળ એસઆરએચનું વધ્યું હશે. તેમનો રેકોર્ડ આ ટીમની સામે સારો રહેશે. છેલ્લી 5 મેચની વાત કરીએ તો 3 મેચ આરસીબીએ એસઆરએચની સામે જીતી છે.