• દર્શકોએ વર્લ્ડકપ 2023માં અનોખો રેકોર્ડ સર્જયો
  • ટુર્નામેન્ટમાં 1,250,307 દર્શકો મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા
  • ફાઈનલ મેચ હોટ સ્ટાર પર 5.9 કરોડ દર્શકોએ જોઈ રેકોર્ડ સર્જયો

ODI વર્લ્ડ 2023 હવે સમાપ્ત થઈ ગયો છે, ઓસ્ટ્રેલિયાએ ફરી એક મહિનાથી વધુ ચાલેલી આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. આ વખતે વર્લ્ડકપ 2023માં ઘણા અનોખા રેકોર્ડ બન્યા છે. જેમાં ઘણા રેકોર્ડ બેટ્સમેન અને ઘણા રેકોર્ડ બોલરોએ પોતાના નામે કર્યા. પરંતુ આ વખતે દર્શકો પણ કોઈથી પાછળ રહેવાના નથી. દર્શકોએ વર્લ્ડકપ 2023માં પોતાની હાજરી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ICC ઈવેન્ટ બની ગઈ છે.

દર્શકોએ રેકોર્ડ સર્જયો

આ વખતે ભારતમાં ODI વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં 1,250,307 દર્શકો મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ આંકડો ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 2015ની ઇવેન્ટમાં ભાગ લેનારા 1,016,420 દર્શકોના અગાઉના આંકડાને વટાવી ગયો છે.

ફાઇનલ મેચ નમો સ્ટેડિયમમાં રમાઇ

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે 90 હજારથી વધુ દર્શકોએ સ્ટેડિયમમાં પોતાની હાજરી નોંધાવી હતી. 2015 ઈવેન્ટ ઈતિહાસનો બીજો સૌથી વધુ જોવાયેલ ક્રિકેટ વર્લ્ડકપ છે, જ્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા 2019 ODI વર્લ્ડ કપમાં 752,000 દર્શકો હતા.

હોટસ્ટારે રેકોર્ડ તોડ્યો

જ્યાં એક તરફ દર્શકોએ રેકોર્ડબ્રેક સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચીને વર્લ્ડ કપમાં નવો ઈતિહાસ રચ્યો હતો, તો બીજી તરફ તેણે આ ટૂર્નામેન્ટના ઘણા પ્રસારણ અને ડિજિટલ વ્યૂઅરશિપના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. ખાસ કરીને હોટસ્ટાર પર વર્લ્ડકપના ટેલિકાસ્ટથી નવો રેકોર્ડ સર્જાયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ હોટ સ્ટાર પર 5.9 કરોડ દર્શકોએ જોઈ હતી. આજ સુધી, આટલા બધા દર્શકોએ ક્યારેય હોટ સ્ટાર પર કોઈ મેચ જોઈ નથી.

ઓસ્ટ્રેલિયાએ 6ઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો

વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે 6મી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.


  • Follow us on: