- ઋષભ પંતની ફિટનેસમાં થયો સુધારો
- ઋષભ પંતનો નવો વીડિયો સામે આવ્યો
- વીડિયોમાં ઋષભ પંત સાઈક્લિંગ કરતો જોવા મળ્યો
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વાપસીને લઈ તમામ ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે પંતની ફિટનેસને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે. વીડિયોમાં ઋષભ પંત સાઈક્લિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, તે ઝડપી રિકવરી કરી રહ્યો છે. આ પહેલાં ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં અભ્યાસ કરતો હતો. આ સમયે પણ પંતનો એક વીડિયો સામે આવ્યો હતો.
2022માં પંતની કારનો થયો હતો અકસ્માત
ઋષભ પંત વર્ષ 2022 ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ પંત ક્રિકેટથી દૂર છે. આ અકસ્માત બાદ ઋષભ પંતે ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. જે બાદ હવે પંત રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/Cwezh0hN8F3/?utm_source=ig_embed&ig_rid=e673d4fb-f957-4abf-b728-39801756ce9f
પંતની રિકવરી ઝડપી બની
કાર અકસ્માત બાદ જ્યારે પંતની સર્જરી થઈ હતી, ત્યારે તે ચાલી પણ શકતો નહતો. હવે પંતની રિકવરી ઝડપી બની છે. પંત જે પ્રકારે ફિટ થઈ રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે, તે જલ્દી મેદાનમાં પરત ફરશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કરી શકે વાપસી
ભારતીય ટીમ વર્ષ 2014ની શરૂઆતમાં ઘરેલૂ જમીન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સમયે પંત ટીમમાં પરત આવી શકે છે. એશિયા કપની જાહેરાત સમયે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પંતની ફિટનેસ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રોહિતે કહ્યું હતું કે, પંત હજુ ફિટ થયો નથી.