• આ વખતે IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાશે
  • ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાવાના સમાચાર
  • આ 2 ખેલાડી બની શકે છે દિલ્હીના કેપ્ટન

આ વખતે આપણે IPLની મેગા ઓક્શન જોવા જઈ રહ્યા છીએ. મેગા ઓક્શનમાં ખેલાડીઓની સ્વેપ પણ જોવા મળશે. IPL 2025 મેગા હરાજી પહેલા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ વખતે ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. જેમાં દિલ્હી કેપિટલ્સ પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર, જો આ વખતે રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે, તો દિલ્હી સામે મોટો સવાલ એ થશે કે હવે કેપ્ટન કોણ હશે. જો કે 2 ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે.

આ 2 ખેલાડી બની શકે છે દિલ્હીના કેપ્ટન

કેએલ રાહુલ

IPL 2024 લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ માટે કંઈ ખાસ નહોતું. આ સિઝનમાં ન તો તેની બેટિંગ સારી રહી અને ન તો તેણે પોતાની કેપ્ટનશિપમાં કંઇ ખાસ દેખાડ્યું. આ દરમિયાન લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક સંજીન ગોયન્કા પણ મેચ હાર્યા બાદ રાહુલ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર હવે LSG રાહુલને મેગા ઓક્શનમાં રિલીઝ કરી શકે છે.


જે બાદ રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન તરીકે મજબૂત વિકલ્પ બની શકે છે. કેએલ રાહુલ છેલ્લી ત્રણ સીઝનથી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. એક વખત તેની કેપ્ટનશીપમાં LSG પ્લેઓફમાં પહોંચી હતી.


સૂર્યકુમાર યાદવ

અહેવાલો અનુસાર મુંબઈ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ IPL 2025માં અન્ય ટીમ સાથે સારી તકનો લાભ લેવા માટે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ છોડવાનું વિચારી શકે છે. હાલમાં જ સૂર્યકુમાર યાદવ શ્રીલંકા પ્રવાસ પર ટી20 ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. આ સિરીઝમાં સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સિરીઝ 4-1થી જીતી લીધી. આવી સ્થિતિમાં, સૂર્યકુમાર યાદવ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન તરીકે પણ સારો વિકલ્પ બની શકે છે.

  • Follow us on: