ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત જ્યારે ક્રિકેટના મેદાન પર હોય છે ત્યારે બધાની નજર તેના પર ટકેલી હોય છે. રિષભ પંત દુલીપ ટ્રોફીમાં વિકેટ પાછળ પોતાની હરકતો માટે ચર્ચામાં છે. તે દુલીપ ટ્રોફી મેચ દરમિયાન મેદાન પર કુલદીપ યાદવને પરેશાન કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે વિકેટની પાછળ વિચિત્ર અવાજો કાઢતો પણ જોવા મળ્યો હતો.


કુલદીપ યાદવને કર્યો હેરાન

રિષભ પંત પણ ઘણી વખત મેદાન પર મસ્તી કરતો જોવા મળે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ તેને ફન-લવિંગ કહે છે. આવું જ દ્રશ્ય દુલીપ ટ્રોફી મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. વાસ્તવમાં આ મેચની 56મી ઓવરમાં કુલદીપ યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન રિષભ પંતે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. પંતે પહેલા તેનું હેલ્મેટ પકડ્યું અને તેને ખેંચવાનું શરૂ કર્યું. આ પછી તેણે કુલદીપનો હાથ ખેંચ્યો હતો. આ દરમિયાન પંત વારંવાર કુલદીપને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને બંને ખેલાડીઓ હસી પડ્યા હતા.

આ પછી પંતે પણ કુલદીપના ખભા પર હાથ મૂકીને કંઈક કહેતો જોવા મળે છે. જેના પર કુલદીપ જોર જોરથી હસવા લાગ્યો.આ બંને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. આ સિવાય તેઓ અંડર-19 સમયથી એકબીજાને ઓળખે છે. આ મેચ દરમિયાન રિષભ પંત વિકેટની પાછળથી વિચિત્ર અવાજો કરી રહ્યો હતો. આ દરમિયાન તે બેટ્સમેનોનું ધ્યાન હટાવવા માટે ખૂબ જોરથી હસી રહ્યો હતો. પંતના આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પંતનું શાનદાર પ્રદર્શન

રિષભ પંત 634 દિવસની લાંબી રાહ જોયા બાદ તાજેતરમાં જ રેડ બોલ ક્રિકેટમાં પરત ફર્યો છે. દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા B તરફથી રમતી વખતે તેનું ફોર્મ કંઈ ખાસ નહોતું. તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. જોકે બીજી ઈનિંગમાં ફિફ્ટી ફટકારીને તેણે ફોર્મમાં વાપસીનો સંદેશ આપ્યો છે.


  • Follow us on: