• પંત ફેબ્રુઆરીના અંત સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે
  • બેંગલુરુમાં BCCI નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ હેઠળ
  • T-20 વર્લ્ડ કપ માટે પણ BCCI આશા રાખી રહ્યું છે

IPL-2024 ની શરૂઆત થઈ રહી છે. ઋષભ પંત વિશે સારા સમાચાર આવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ માટે ઋષભ પંત એક્શનમાં પરત ફરવા માટે તૈયાર છે. આ સાથે જ કેપ્ટન તરીકે ઋષભ પંત ફિલ્ડ પર વાપસી કરશે, પરંતુ મેદાન પરની ભૂમિકા બદલાશે. ફ્રેન્ચાઈઝીને આશા છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં પંત સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

નોંધનીય છે કે, ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયા બાદ તે 2023ની સિઝન ચૂકી ગયો હતો.જોકે, પંત વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમશે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી પંતને કેપ્ટન અને બેટ્સમેન તરીકે મેળવીને ખુશ છે. જોકે તે મેદાન પર વિકેટ કીપિંગ કરતો જોવા મળશે નહીં.

IPLમાં પંતની વાપસીનો પ્રથમ સંકેત નવેમ્બરમાં આવ્યો હતો. જ્યારે તેણે કોલકાતામાં કેપિટલ કેમ્પમાં હાજરી આપી હતી. જેમાં સૌરવ ગાંગુલી (ક્રિકેટ નિર્દેશક), અમરે (સહાયક કોચ), રિકી પોન્ટિંગ (મુખ્ય કોચ) અને સહિત વરિષ્ઠ ફ્રેન્ચાઇઝી સ્પોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે.

આ પછી પંતે દુબઈમાં 19 ડિસેમ્બરે યોજાનારી આગામી હરાજી પહેલા ખેલાડીઓને જાળવી રાખવા અને મુક્ત કરવા અંગેની ચર્ચામાં ભાગ લીધો હતો. કાર અકસ્માતમાં તેમના જમણા ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે પંત 2023માં તમામ પ્રકારની ક્રિકેટમાંથી બહાર થઈ ગયો હતો. પંતની સર્જરી સફળ રીતે થઈ છે અને તે બેંગલુરુમાં BCCI નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ હેઠળ છે.

જેની સાથે જ પંતે ફરી બેટિંગ શરૂ કરી છે, પરંતુ તે વિકેટ કીપિંગ કરી રહ્યો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. જુલાઈથી બીસીસીઆઈ તરફથી પંત વિશે કોઈ સત્તાવાર અપડેટ નથી. જો પંતને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં NCA દ્વારા ક્લીયર કરવામાં આવે છે. ગત સિઝનમાં પંતની ગેરહાજરીમાં કેપિટલ્સે ડેવિડ વોર્નરને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. છેલ્લી સિઝનમાં તેમની કપ્તાની હેઠળ તેઓ 14 લીગ રમતોમાં 5 જીત અને 9 હાર સાથે તળિયેથી બીજા સ્થાને રહ્યા હતા.

  • Follow us on: