વનડે અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર રોહિત શર્માના ઘરે ગયા મહિને પુત્રનો જન્મ થયો. તેની પત્ની રિતિકા સજદેહ બીજી વખત માતા બની અને તેણે પુત્રને જન્મ આપ્યો. રોહિત-રિતિકા એક પુત્રી અને પુત્રના માતા-પિતા બની ગયા છે.


રિતિકાએ 15 નવેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યારથી ફેન્સ તેનું નામ જાણવા માટે એક્સાઈટેડ હતા, હવે તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રિતિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ સ્ટોરી શેર કરી છે, જેમાં એક તસવીર છે અને તેના પરથી પુત્રનું નામ સામે આવ્યું છે. રોહિતના પુત્રનું નામ અહાન છે.

રિતિકા સજદેહે ખાસ રીતે જાહેર કર્યું પુત્રનું નામ

રોહિત શર્માના પુત્રનું નામ જાણવાની ફેન્સની રાહનો આજે અંત આવ્યો છે. રોહિતની પત્ની રિતિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં દરેકના ઉપનામ લખેલા છે, જ્યારે તેમના પુત્રનું નામ અહાન પણ લખવામાં આવ્યું છે. આ રીતે તેને પોતાના પુત્રનું નામ જાહેર કર્યું.


બીજી વખત પિતા બનવાને કારણે પર્થ ટેસ્ટમાંથી લીધો હતો બ્રેક

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સીરીઝ દરમિયાન જ કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાનાર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. પરંતુ તે સમયે તેને અંગત કારણો દર્શાવ્યા હતા, પરંતુ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે રિતિકા બીજી વખત માતા બનવા જઈ રહી છે, તેથી જ રોહિત તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગતો હતો.

 

રોહિત શર્માની પત્નીએ 15 નવેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ રોહિત 24 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો અને 25 નવેમ્બરે પર્થ ટેસ્ટના ચોથા દિવસે તે ભારતીય ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો.

રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી, જ્યારે કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે બીજા ઓપનરની જવાબદારી નિભાવી હતી. બંનેએ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી અને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં યોજાવાની છે, જેમાં રોહિત કેપ્ટન તરીકે જોવા મળશે. પરંતુ તેની બેટિંગ પોઝિશન અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે તે ઓપનિંગ કરશે કે મિડલ ઓવરમાં બેટિંગ કરતો જોવા મળશે.


  • Follow us on: