• તેંડુલકરે ફેડરરના અંદાજને વખાણ્યો
  • રોજર 2006, 2014 અને 2015માં આવી ચૂક્યા છે ભારત
  • ભારતીય ચાહકોનો ફેડરરે માન્યો આભાર

વાત 4 વર્ષ પહેલાની છે. Roger Federer વર્ષ 2018માં વિંબલડનમાં ભાગ લઈ રહ્યા હતા. અહીં તેમને એક એવો શોર્ટ માર્યો જે સામાન્ય રીતે ક્રિકેટમાં જ જોવા મળે છે. ફેડરરનો આ શોર્ટ ફોરવર્ડ ડિફેન્સ શોર્ટ જેવો હતો. આ શોટને જોયા બાદ સચિન તેંડુલકરે તેમને ટેગ કરતા એક ખાસ વાત લખી જેની પર ફેડરરનો જવાબ પણ એટલો જ રમૂજી હતો.

શું લખ્યું તેંડુલકરે

તેઓએ લખ્યું કે તમે નવમી વિંબલંડન જીત્યા બાદ આપણે એકમેકની સાથે ક્રિકેટ અને ટેનિસની ટિપ્સ શેર કરીશું. આ મુદ્દે ફેડરરે જવાબ આપ્યો હતો કે, કોની રાહ જોવાય છે. હું નોટ્સ લેવા તૈયાર છું. આ સમયે સચિને કહ્યું હતું કે ઓકે, તો પહેલું ચેપ્ટર સ્ટ્રેટ ડ્રાઈવનું રહેશે.

અનેક વખત બંને મળ્યા છે એકમેકને

સચિન અનેક વખત રોજર ફેડરરને મળ્યા છે. આ સાથે સચિન અનેકવાર ફેડરરની મેચ જોવા માટે ટેનિસ સ્ટેડિયમમાં ગયા હતા. ગુરુવારે જ્યારે ફેડરરે ટેનિસથી સંન્યાસની જાહેરાત કરી ત્યારે પણ સચિને તેને માટે ખાસ મેસેજ શેર કર્યો. તેમાં લખ્યું કે અમને તમારા ટેનિસ રમવાના અંદાજથી પ્રેમ હતો. તમને ટેનિસમાં જોવાની આદત થઈ ગઈ હતી અને તે ક્યારેય છૂટશે નહીં. અનેક ખાસ યાદો આપવા માટે ધન્યવાદ.

3 વાર આવી ચૂક્યા છે ભારત

રોજર ફેડરર અત્યાર સુધી 3 વાર ભારત આવી ચૂક્યા છે. સૌથી પહેલા તે 2006માં ભારત આવ્યા હતા. આ પછી તે 2014 અને 2015માં થયેલી ઈન્ટરનેશનલ પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે પણ ભારત આવ્યા. 2014ની ટૂરમાં તેઓએ ભારત માટે ટ્વિટ કર્યું હતું. તેઓએ લખ્યું હતું જે ખાસ પળ મેં અહીં વીતાવ્યા છે તે મને હંમેશા યાદ રહેશે. આભાર ભારત. દર્શકોનો મને ઘણો સહયોગ મળ્યો છે. હું હંમેશા આભારી રહીશ. ભારતના પ્રવાસ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે ભારતમાં ખૂબ મજા આવી. તેઓએ એમ પણ કહ્યું કે ભવિષ્યમાં વધુ સમયના પ્રવાસે ભારત આવશે. 

  • Follow us on: