• ભારતના રોહન બોપન્નાએ ટેનિસ કોર્ટ પર શાનદાર પ્રદર્શન કર્યુ
  • ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને જીત્યો એવોર્ડ
  • પ્રથમ મેચ હાર્યા પછી વાપસી કરી જીત મેળવી

ફાઈનલ મેચમાં બોપન્ના-એબ્ડેનની જોડીએ ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવ્યો હતો.બોપન્નાએ તેના મિયામી ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં બોપન્ના અને એબ્ડેને ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવ્યો હતો. બોપન્ના-એબડેન પ્રથમ સેટ હારી ગયા હતા, પરંતુ તે પછી બંનેએ જોરદાર વાપસી કરીને ટાઇટલ જીત્યું હતું.

ટેનિસ કોર્ટમાં જલવો

44 વર્ષના રોહન બોપન્નાનું આ 26મું મેન્સ ડબલ્સ ટાઇટલ હતું. તેણે મિયામી ઓપનમાં પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. જો જોવામાં આવે તો બોપન્ના એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. બોપન્નાએ પોતાનો જ રેકોર્ડ તોડયો. બોપન્નાએ ગયા વર્ષે ઈન્ડિયન વેલ્સમાં ડબલ્સ ટાઈટલ જીતીને આ શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.બોપન્ના-એબ્ડેને મિયામી ઓપનની સેમી ફાઇનલમાં સ્પેનના ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના ઝેબાલોસની જોડી સામે 6-1, 6-4થી જીત મેળવી હતી. બીજી સેમિફાઇનલમાં, ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેકે કેવિન ક્રેવેત્ઝ અને ટિમ પુટ્ઝની જર્મન જોડીને 6-4 6-7(7) 10-7થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બનશે નંબર 1 ખેલાડી

દુબઈ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં હાર અને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના રાઉન્ડ-32માંથી બહાર થવાને કારણે રોહન બોપન્ના ડબલ્સ રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો હતો. પરંતુ મિયામી ઓપનમાં જીત બાદ તે ફરી નંબર-1 ખેલાડી બનવા જઈ રહ્યો છે. સોમવારે તે સત્તાવાર રીતે ડબલ્સ રેન્કિંગમાં નંબર-1 બની જશે. ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યા બાદ પણ રોહન બોપન્ના નંબર-1 રહ્યો. બોપન્ના એટીપી રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચનાર સૌથી વૃદ્ધ ખેલાડી છે. રોહન બોપન્નાની આ 14મી ATP માસ્ટર્સ 1000 ફાઇનલ અને ATP ટૂર સ્તરે 63મી ફાઇનલ હતી. ઉપરાંત, બોપન્ના અને એબ્ડેનની જોડી માટે આ પાંચમી ATP માસ્ટર્સ 1000 ફાઈનલ હતી. બોપન્ના લિએન્ડર પેસ પછી તમામ નવ ATP માસ્ટર્સ ટૂર્નામેન્ટની ફાઈનલ રમનાર બીજો ભારતીય છે.

AUS ઓપનમાં પણ ઈતિહાસ રચાયો

રોહન બોપન્નાએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ બોપન્ના-એબ્ડેને ફાઈનલ મેચમાં ઈટાલીના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), 7-5થી હરાવ્યા હતા. આ સાથે બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો. અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો, જેણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરે 2022 ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઇટલ જીતવા માટે માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી હતી. રોહન બોપન્નાએ મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ બંનેમાં એક-એક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં 2017માં ફ્રેન્ચ ઓપન 2017 ડબલ્સ વિનર ટાઇટલ જીત્યું હતું. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10]થી હરાવ્યો.

  • Follow us on: